જૂનાગઢમાં વરસતા વરસાદમાં લપસી પડતા આધેડનું મોત
જૂનાગઢમાં ઝાંઝરડા રોડ ઉપર રહેતા આધેડ ત્રણ દિવસ પૂર્વે વરસતા વરસાદમાં લપસી પડ્યા હતા ગંભીર રીતે ઘવાયેલા આધેડનું રાજકોટ સારવારમાં મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જૂનાગઢમાં ઝાંઝરડા રોડ ઉપર રહેતા તુફાનીભાઈ રામાભાઇ શાહની નામના 51 વર્ષના આધેડ ત્રણ દિવસ પહેલા પોતાના ઘરે હતા. ત્યારે રાત્રિના સમયે વરસતા વરસાદમાં લપસી પડ્યા હતા. આધેડને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં વીંછીયા તાલુકાના મોટા માત્રા ગામે રહેતા માલાભાઈ કરસનભાઈ બેરાણા નામના 50 વર્ષના આધેડ પોતાની વાડીએ બપોરના સમયે પાકમાં ઝેરી દવાનો છટકાવ કરતા હતા ત્યારે ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે જસદણ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ આધેડનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં માલાભાઈ બેરાણા એક છ ભાઈ બહેનમાં વચ્ચેટ હતા અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.