For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલના રાવણા ગામે તળાવમાં ડૂબી જતાં આધેડનું મોત

12:07 PM Nov 15, 2024 IST | Bhumika
ગોંડલના રાવણા ગામે તળાવમાં ડૂબી જતાં આધેડનું મોત
Advertisement

ગોંડલ તાલુકાના રાવણા ગામ પાસે આવેલ હનુમાન તળાવમાં પગ લપસતા આધેડ પાણીમાં ગરકાવ થયાની ઘટના સામે આવી હતી ગોંડલ નગરપાલિકા ફાયર સ્ટાફને જાણ થતા ઘટના સ્થળે પહોંચી ફાયર સ્ટાફ દ્વારા પાણીમાંથી વૃદ્ધના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ રાવણા ગામે રહેતા બેચરભાઈ નાગાણી સવારે ઘરેથી ખેતરે ખેતી કામ કરવા જતાં સમયે તળાવ ના કાંઠે સેવાળમાં પગ લપસતા ઉંડા પાણીમાં ગરકાવ થયા હતા. બનાવ અંગે રાવણા ગામના સરપંચ વિનુભાઈ પોશિયાએ તાલુકા ભાજપના પ્રમુખ અશ્વિનભાઈ ઠૂંમર તથા ધારાસભ્યનાં પુત્ર યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજાએ જાણ કરતા તેમણે ફાયર સ્ટાફને જાણ કરી હતી.

Advertisement

ફાયર સ્ટાફ તુરંત સ્થળ પર પહોંચ્યો હતો પરંતુ બેચરભાઈ ડૂબી જવાથી મૃત્યુ નિપજતાં તેમના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યોતિરાદિત્યસિંહ, સમીરભાઈ કોટડીયા સહિત આગેવાનો રાવણા દોડી જઇ મૃતક નાં પરીવાર ને સાંત્વના પાઠવી હતી.

મૃતક બેચરભાઈ ઉકાભાઈ નાગાણી રાવણા ગામે રહી ખેતીકામ કરતા હતા. પરિવારમાં દીકરો, દીકરી હોવાનું જાણવા મળ્યું હતુ.

મૃતદેહને પી.એમ.અર્થે ગોંડલ માર્કેટિંગ યાર્ડની એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવને લઈને સુલતાનપુર પોલીસના હેડ કોન્સ્ટેબલ અર્જુનભાઇ દવેરાએ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement