જેતલસર જંક્શનના આધેડનું ટ્રેન અડફેટે મોત
આપઘાત કે અકસ્માત જાણવા જેતપુર સિટી પોલીસે તપાસ હાથ ધરી
જેતલસર જંક્શનમા એકલવાયું જીવન જીવતા અને સાડીના કારખાનામાં મજૂરી કરતા આધેડે ગત રાત્રે જેતપુર જૂનાગઢ રોડ નજીક ટ્રેન હેઠળ પડતું મૂકી મોત વહાલું કર્યું હતું. બનાવ અંગે જેતપુર સીટી પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જેતલસર જંક્શનમા રહેતા અનિલભાઈ રણછોડભાઈ નિમાવત ઉવ. 49એ ગઈ કાલે રાત્રે જેતપુર જૂનાગઢ રોડ પર ગણેશ નગર નજીક આવેલ રેલવેના પાટા પર પડતું મૂકી દેતા ટ્રેન હડફેટે આવી જતા મોત થયું હતું. બનાવની જાણ જેતપુર સીટી પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃત દેહને પીએમ અર્થે જેતપુર સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. વધુમાં જાણવા મળ્યું હતુકે મૃતક ચાર ભાઈ ત્રણ બેનમા વચ્ચેટ હતા અને જેતપુર સાડી ઉદ્યોગમાં મજૂરી કરી જીવન નિર્વાહ કરતા હતા. બનાવ આપઘાત કે અકસ્માત છે તે અંગે જેતપુર સીટી પોલીસ મથકના પી.એસ.આઇ. પરમાર સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.