For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તમિલનાડુની માનસિક અસ્થિર મહિલા ઘરેથી નીકળી 2100 કિ.મી.દૂર જામકંડોરણાના દડવી ગામે પહોંચી ગઈ

04:29 PM Aug 25, 2025 IST | Bhumika
તમિલનાડુની માનસિક અસ્થિર મહિલા ઘરેથી નીકળી 2100 કિ મી દૂર જામકંડોરણાના દડવી ગામે પહોંચી ગઈ

તમિલનાડુની માનસિક અસ્થિર મહિલા 15 દિવસથી ઘરેથી નીકળી 2100 કિ.મી.દૂર જામકંડોરણાના દડવી ગામે પહોંચી ગઈ હતી. જો કે ગુમસુમ બેઠેલી મહિલાની વ્હારે 181 અભયમ ટીમે આવી મહિલાનું સફળ કાઉન્સેલીંગ કરી તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. પરિવારજનોએ પણ મહિલા મળી જતાં અભયમ ટીમનો આભાર વ્યકત કર્યો હતો.

Advertisement

જામકંડોરણાના દડવી ગામે બસ સ્ટેશન પર એક મહિલા બેઠી હોય અને ગભરાયેલી હાલતમાં હોવાથી જાગૃત નાગરિકે 181 હેલ્પલાઈનમાં ફોન કરી મદદ માંગતાં ગોંડલ સિટી અભયમ ટીમના કાઉન્સેલર લતાબેન ચૌધરી પરવાનાબેન અને પાયલોટ વિશાલભાઈ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પીડિત મહિલા સાથે પરામર્શ કરતાં તેઓ તમિલનાડુના હોવાનું જાણવા મળ્યું હતું. મહિલા તમિલ ભાષામાં વાત કરતાં હોવાથી માહિતી મેળવવી અત્યંત મુશ્કેલ હોય 181 ટીમે કુશળતાપૂર્વક પરામર્શ કરી પીડિતા પાસેથી તેના પરિવારજનોના નામ અને મોબાઈલ નંબર તથા સરનામું પુછતાં તેણે તમિલભાષામાં લખી આપ્યું હતું.

જેથી 181 ટીમે ગુગલ ટ્રાન્સેટરની મદદથી સરનામું અને મોબાઈલ નંબર મેળવી સંપર્ક કરતાં મહિલાના પતિ અને તેમની પુત્રી સાથે વાત કરી હતી. બાદમાં વિડિયો કોલથી પીડિતાને તેના પતિ સાથે વાત કરાવી હતી. પીડિતાના પતિ સાથે વાત કરતાં પીડિત મહિલા માનસિક અસ્થિર હોય અને 15 દિવસથી ઘરેથી નીકળી ગયા હોવાનું જણાવ્યું હતું અને આ અંગે તેમણે તિરૂવલ્લી પોલીસ સ્ટેશનમાં દસ દિવસ પહેલા ગુમસુદા નોંધાવી હતી. તેમના પતિએ જણાવેલું કે તેઓ તેમને લેવા આવે છે ત્યાં સુધી સલામત સ્થળે આશ્રય અપાવજો. જેથી 181 ટીમે જામકંડોરણા પોલીસ સ્ટેશનના પીઆઈનો સંપર્ક કરી તેમના મારફત તિરૂવલ્લી પોલીસ સ્ટેશનમાં ફોન કરી આ બાબતની ખરાઈ કરી હતી. બાદમાં પીડિતાને અમરધામ આશ્રમમાં આશ્રય અપાવ્યો હતો. અંતે પીડિતાના પરિવાર તેમને તેળવા આવતાં 181ટીમ દ્વારા પીડિતાને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. આમ માનવતાભરી કામગીરીની પ્રશંસા કરી પીડિતાના પરિવાર દ્વારા 181 અભયમ ટીમનો આભાર વ્યકત કર્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement