લોધિકાના દેવળા ગામે 5.50 લાખની ચોરી કરનાર ચડ્ડી બનિયાનધારી ગેંગનો સાગ્રીત ઝડપાયો
ત્રણ સાગ્રીતો સાથે મળી અમદાવાદ, ભાવનગર, જામનગર અને અમરેલીમાં ચોરીમાં સંડોવણી
લોધીકાના દેવળા ગામે આવેલી કામધેનુ પોલીપ્લાસ્ટ નામની કંપનીમાં સ્થિત ઓફિસમાંથી રૂૂા.5.50 લાખની રોકડની ચોરીનો ભેદ ગ્રામ્ય એલસીબી અને મેટોડા પોલીસે ઉકેલી ચડ્ડી બનિયાન ધારી ગેંગના સાગ્રીતને ઝડપી લઇ ચોરીમાં સંડોવાયેલા અન્ય ત્રણ સભ્યોની શોધખોળ શરુ કરી છે.લોધિકાના દેવળામાં આવેલા કારખાનાની ઓફિસમાં લોક તોડી તસ્કરો ટેબલના ખાનામાં રાખેલા રૂૂા. 5.50 લાખની રોકડ ચોરી ગયાની ગઈ તા. 25ના ફરિયાદ નોંધાઈ હતી. સીસીટીવી ફૂટેજમાં ત્રણ તસ્કરો કેદ થતાં પોલીસે તેની શોધખોળ શરૂૂ કરી હતી.
દરમિયાન એલસીબી અને મેટોડા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આશરે 70 જેટલા સીસીટીવી કેમેરાઓ ચેક કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.પોલીસે ચડ્ડી બનિયાનધારી ગેંગનાં મૂળ દાહોદના અને હાલ પડધરી નાની અમરેલી રહેતા માજુ મેઘજીભાઈ બામણીયા (ઉ.વ.30)ને પકડી લીધો હતો. જેની પુછપરછમાં દાહોદના મુકેશ મડીયા ભાભોર અને રાજવીર ભરત ભાભોર અને નીતિન ગોપસિંગ મોહનિયાનું નામ ખુલ્યું હતું આ તમામની શોધખોળ શરૂૂ કરી છે. આરોપી મુકેશ અગાઉ દાહોદ, અમદાવાદ, જામનગર અને કોટડાસાંગાણીમાં ત્રણ ચોરી સહિત ચાર ગુનામાં, રાજવીર ભાભોર અમદાવાદ, દાહોદ, ભાવનગર અને અમરેલીમાં ચોરી સહિત છ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.પોલીસે આરોપીને પકડી બાઇક, ફોન અને રૂૂા. 1.30 લાખની રોકડ મળી રૂૂા. 1.55 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે જણાવ્યું કે આરોપીઓ રાત્રિના સમયે રહેણાંક મકાન અને ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જઈ કારખાનાઓમાં બારી-દરવાજાના લોક તોડી ચોરી કરતા હતાં.
જીલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચનાથી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના પી.આઈ વી.વી.ઓડેદરા તથા પીએસઆઈ એચ.સી.ગોહીલ, એ.એસ.આઈ. બાલક્રુષ્ણ ત્રીવેદી, રવિદેવભાઈ બારડ, બ્રીજરાજસિંહ જાડેજા, વકારભાઈ અરબ, રોહીતભાઈ બકોત્રા, પો.કોન્સ.મેહુલભાઈ સોનરાજ, પ્રકાશભાઈ પરમાર, ભાવેશભાઇ મકવાણા ઉપરાંત મેટોડા જી.આઈ.ડી.સી. ના પી.આઈ એસ.એચ.શર્મા,પીએસઆઈ એન.બી.ઝાલા, એ.એસ. આઇ.મયુરસિંહ અનિરૂૂધ્ધસિંહ, પો.હેડ.કોન્સ. યોગીરાજસિંહ અજયસિંહ, હરેશભાઇ કરશનભાઇ, જસમતભાઇ આંબાભાઇ , ઉપેન્દ્રસિંહ જીતુભા, રવુભાઇ ટપુભાઇ, શક્તિસિંહ પ્રહલાદસિંહ, નિતીનભાઇ ધીરજભાઇ, રાજદીપસિંહ શુભરાજસિંહએ કામગીરી કરી હતી.