કેશોદમાં રખડતા ઢોરના ત્રાસ મુદ્દે વેપારીઓ સાથે પાલિકામાં બેઠક યોજાઇ
રોડ પર રખડતા ઢોર અને ખુટીયા ત્રાસ વધતો જોવા મળી રહીયો છે ત્યારે રોડ રસ્તા પર લારી રાખીને ધંધો કરનારા વેપારીઓ સાથે નગરપાલિકા પ્રમુખ એક મીટિંગ કરી તેમને રોડ રસ્તા પર ખાવાની કોઈ ચીજ વસ્તુઓ ન ફેકવા માટે ની સુચનાઓ આપી હતી.
કેશોદમાં શાકભાજી વેંચનારાઓ લારી ગલ્લાઓ સાથે નગરપાલિકા પ્રમુખે બેઠક યોજી અને શાક ભાજી વેચનારા તમામ વેપારીઓને જ્યાં ત્યાં ખરાબ શાકભાજી ન ફેંકવાની અપીલ કરી છે કારણે સરકારી દવાખાના આસપાસ તથા સ્ટેશન રોડ પર તેમજ શરદચોક તથા દેવાણી નગર વેરાવળ રોડ ઉપર મોટાભાગની શાકભાજી વેંચનારાઓ ઉભા રહે છે ત્યારે ત્યારે દિવસ દરમિયાન ધંધો કરતાં સમયે ખરાબ થયેલ શાકભાજી ને રોડ પર ફેંકતાં હોય છે ત્યારે આવા શાકભાજી ને ખાવા માટે રોડ રસ્તા પર રખડતા ઢોર અને ખુટીયા રોડ રસ્તા પર ઉભા રહે છે અને જેને કારણે શાકભાજી ખાવા માટે રખડતા ઢોર ધણી વખત બાખડતા હોય છે જેથી રોડ રસ્તા પર નિકળતાં વાહન ચાલકો તથા રાહદારી લોકો ને અકસ્માત થવાની સંભાવના રહે છે.
અને તાજેતરમાં આવા એક અકસ્માતમાં એક નિદોર્ષ વ્યક્તિ એ જીવ ગુમાવ્યો હતો જેથી રોડ પર કોઈ લારી ગલ્લા વાળા કચરો ન ફેકે તે માટે નગરપતિ મેહુલભાઈ ગોંડલીયા એ ગયકાલે કેશોદ ના તમામ લારી ગલ્લા પર શાકભાજી અને ફુડ નું વેંચાણ કરતાં વેપારીઓ સાથે મીટીંગ યોજી હતી અને તેમાં ઉપરોક્ત બાબતે વેપારીઓને કડક સુચના અપાઈ હોવાનું જાણવા મળ્યું છે તો બીજી તરફ પ્લાસ્ટિક ના પ્રતિબંધિત ઝબલા પણ વેપારીઓને ન રાખવા માટે આ મીટીંગમાં અપીલ કરવામાં આવી છે.