નવનિયુકત ભાજપ અધ્યક્ષ વિશ્ર્વકર્માને આવકારવા એન.જી.ઓ-સંસ્થાના હોદ્દેદારોની બેઠક યોજાઇ
ભાજપ દ્વારા વિસ્તાર વાઇઝ આગેવાનોની કમિટી બનાવાઇ : તૈયારીઓનો ધમધમાટ
ગુજરાત રાજય ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીની પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે વરણી થતાં આગામી રાજકોટ શહેરના પ્રવાસે તા. 15-10-2025 બુધવારના રોજ રાજકોટ શહેરના એન.જી.ઓ., વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, સમાજ આગેવાનોની મુલાકાત પણ કરવાના હોય તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત અને અભિવાદન થાય તે માટે રાજકોટ શહેર એન.જી.ઓ., વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, સમાજ આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી.
આ તકે પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, સૌરાષ્ટ્ર ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, કમલેશભાઈ મીરાણી, પૂર્વ મેયર પ્રદિપભાઈ ડવ, પ્રદેશ કારોબારી સભ્ય જીતુભાઈ મહેતા તેમજ આપાગીગા ઓટલાના નરેન્દ્રબાપુ સોલંકી, પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન લાભભાઈ ખીમાણીયા, સહિત એનજીઓ, સંસ્થાઓના હોદ્દેદારો, રાજકોટ શહેર ભાજપના શહેર હોદ્દેદારો, મોરચાના પ્રમુખ, મહામંત્રી, વિવિધ સેલના સંયોજક, સહસંયોજક, વોર્ડના પ્રભારી, પ્રમુખ, મહામંત્રી તેમજ શહેરના વિવિધ સંસ્થા સમાજના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમ માટે સમગ્ર શહેરના અલગ અલગ વિસ્તારવાઈઝ વિવિધ આગેવાનોની કમીટી બનાવી તૈયારીઓનો ધમધમાટ શરૂૂ કરી દેવામાં આવ્યો છે. આ બેઠકનું સંકલન પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, કિરીટભાઈ પાઠક, પુજાબેન પટેલ, શૈલેષભાઈ જાની, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડએ કરેલ હતું.