હર ઘર તિરંગા યાત્રાના આયોજન અંગે મનપાના પદાધિકારીઓની મીટિંગ મળી
ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત થનારી ઉજવણી અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અભિયાન તથા તિરંગા યાત્રા યોજાનાર છે. આ કાર્યક્રમના આયોજનના ભાગરૂૂપે તા.06/08/2024ના રોજ મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને પદાધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર, અધિકારીઓ રાજકોટ શહેરની વિવિધ સંસ્થાઓ, એન.જી.ઓ., શાળા-કોલેજના પ્રતિનિધિઓ ઉપસ્થિતમાં મિટીંગ યોજવામાં આવી. આ મીટીંગમાં મેયરે કહ્યું હતું કે, દરેક નાગરિક તિરંગાના પુરેપુરા માન-સન્માન સાથે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત પોતપોતાના ઘર/ઓફિસે તિરંગો લહેરાવી સમગ્ર શહેરને રાષ્ટ્રભક્તિના રંગમાં રંગી નાંખે તે પ્રકારે આ આયોજન કરવામાં આવી રહ્યું છે.
મિટિંગની શરૂૂઆતમાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સમગ્ર કાર્યક્રમની રૂૂપરેખા અંગે જરૂૂરી ચર્ચા કરી અધિકારીઓને આવશ્યક સૂચનાઓ આપી હતી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા વગેરેએ સમગ્ર આયોજન અંગેના વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચાવિચારણા કરી આ ઉજવણીને ભવ્યરીતે સફળ બનાવવા માટે જરૂૂરી સૂચનો પણ કર્યા હતા.
આ મીટિંગના પ્રારંભે નાયબ કમિશનર હર્ષદ પટેલએ આ ઉજવણીનાં કાર્યક્રમ માટે રચવામાં આવેલી વિવિધ સમિતિઓની કામગીરી અંગે વિસ્તૃત રૂૂપરેખા આપી હતી. જ્યારે સહાયક કમિશનર બી. એલ. કાથરોટિયાએ સમગ્ર મીટિંગનું સંચાલન કર્યું હતું. રાષ્ટ્રધ્વજના ગૌરવ માટે સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજાનાર તિરંગા યાત્રામાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અને દરેક ઘર/ઓફિસ પર તિરંગો લહેરાવવા રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા શહેરીજનોને ખાસ અપીલ અને અનુરોધ કરવામાં આવે છે.