For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની આયોજન મંડળની બેઠક યોજાઇ

06:53 PM Mar 05, 2024 IST | admin
ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની આયોજન મંડળની બેઠક યોજાઇ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારીમંત્રી તથા કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં ખંભાળિયામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રભારી મંત્રી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.

Advertisement

જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ જોગવાઇઓ હેઠળ વર્ષ 2024-25ના વિવેકાઘીન જોગવાઇ(સામાન્ય), (અનુ.જાતી પેટા યોજના), 5 ટકા પ્રોત્સાહક, વિવેકાધીન નગરપાલીકા) વિગેરે યોજનાઓમાં વિકાસના 184 કામો માટે રૂ. 639.85 લાખના કામોને મંજુરી આપવામાં આવી હતી. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિઘ જોગવાઇઓ હેઠળ વર્ષ 2021-21 થી વર્ષ 23-24ના કામોની સમીક્ષા પણ કરવામાં આવી હતી. સંસદ સભ્યની ગ્રાન્ટના કામોની પણ સમીક્ષા તેમજ કામોને સમયાંતરે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.

પ્રભારી મંત્રીએ અધિકારીઓને વિકાસલક્ષી કામો સમયસર શરૂ કરી દેવા અને અગાઉના વર્ષના બાકી કામો તાકીદે પૂર્ણ કરવા માટે પણ માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી દ્વારા વિકાસના હાથ ધરાયેલ કામોની રૂપરેખા આપી તેમજ અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી આઈ.જી. પટેલ દ્વારા સંકલિત માહિતી રજુ કરી હતી. આ બેઠકમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા (વર્ચ્યુઅલ માધ્યમથી), જિલ્લા પંચાયતના પ્રમુખ રિધ્ધિબા જાડેજા, નગરપાલિકા પ્રમુખ રચના મોટાણી, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, પદાધિકારીઓ, અમલીકરણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement