પાટડી નજીક વિરમગામ રોડ પર ખેતરમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નજીક આવેલા પાટડી-વિરમગામ રોડ પર આજે રહેણાંક વિસ્તારની નજીકના એક ખેતરમાં ભીષણ આગ ફાટી નીકળતાં સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નજીક આવેલા પાટડી-વિરમગામ રોડ પર આજે રહેણાંક વિસ્તારની નજીકના એક ખેતરમાં ભીષણ આગ ફાટી નીકળતાં સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અગમ્ય કારણોસર લાગેલી આ આગને કારણે વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. રહેણાંક વિસ્તાર નજીક ખેતરમાં આગ લાગવાના કારણે લોકોમાં ગભરાહટ ફેલાયો હતો. કારણ કે જો આગ વધુ ફેલાય તો મોટું નુકસાન થઈ શકે તેમ હતું. સ્થિતિની ગંભીરતા જોતાં તાત્કાલિક પાટડી નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા તુરંત જ પાણીનું ટેન્કર ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યું હતું. પાલિકાના કર્મચારીઓ અને સ્થાનિક લોકોની મદદથી યુદ્ધના ધોરણે આગ બુઝાવવાની કામગીરી શરૂૂ કરવામાં આવી હતી.
સમયસર નગરપાલિકાની મદદ મળી જતાં અને આગ પર ઝડપથી કાબૂ મેળવી લેવાતા, મોટી જાનહાનિ થતાં ટળી હતી. આ આગમાં ખેતરના ઊભા પાક કે અન્ય માલસામાનને નુકસાન થયું હોવાની શક્યતા છે, પરંતુ આસપાસના રહેણાંક વિસ્તારો સુરક્ષિત રહ્યા હતા. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
