મોરબીના પીપળિયા નજીક રોયલ પોલીપ્લાસ્ટ ઈન્ડસ્ટ્રીઝમાં વિકરાળ આગ
મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ શ્રી રોયલ પોલીપ્લાસ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં બપોરે એકાદ વાગ્યાના અરસામાં કોઈ કારણોસર આગ લાગી હતી અને આગ વિકરાળ હોવાથી મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો જેથી મોરબી ઉપરાંત અન્ય સેન્ટરમાંથી પણ ફાયર ટીમોની મદદ લેવામાં આવી હતી જોકે આગ પર કાબુ મેળવવામાં કલાકો નીકળી જશે તેવી માહિતી પ્રાપ્ત થઇ હતી.
શ્રી રોયલ પોલી પ્લાસ્ટ ફેકટરીમાં આગ લાગ્યાની જાણ થતા મોરબી ફાયરની 2 ટીમ દોડી ગઈ હતી ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ બપોરે એકાદ વાગ્યાના અરસામાં આગ લાગી હતી ફેકટરીના બે ગોડાઉનમાં આગ લાગી હતી જેમાં એક ગોડાઉનમાં માલ સામાન અને એકમાં મશીનરી રાખેલ છે જેથી ફાયર ટીમ મશીનરી બચાવવા પ્રયત્ન કરી રહી હતી.
આગ વિકરાળ હોવાથી મોરબી ફાયરની 2 ટીમ ઉપરાંત હળવદ-વાંકાનેર અને માળિયાની 1-1 ફાયર ટીમો પણ ઘટનાસ્થળે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે તે ઉપરાંત જામનગર અને રાજકોટ ફાયર ટીમની મદદ માંગવામાં આવી છે જે ટીમો પણ મોરબી પહોંચી આગ બુઝાવવાની કામગીરીમાં જોડાશે આગ પર કાબુ મેળવવામાં હજુ કલાકો લાગી જશે તેમ પણ ફાયર ઓફિસરે જણાવ્યું હતું સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી તો હાલ આગને કારણે કેટલું નુકશાન થયું તે આંક સ્પષ્ટ થયો નથી આગ પર કાબુ મેળવ્યા બાદ નુકશાનીનો અંદાજ મેળવી શકાશે ફાયર ટીમો ઉપરાંત આસપાસમાં આવેલ ફેકટરીના ટેન્કરની મદદ પણ લેવામાં આવી હતી.