ચોટીલાના મેવાસા ગામે દંપતી વચ્ચે ઝઘડો થતાં પરિણીતાએ વખ ઘોળ્યું
01:26 PM Oct 03, 2025 IST | Bhumika
આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાને સારવારમાં ખસેડાઈ
Advertisement
ચોટીલાના નવા ગામ આણંદપરમાં રહેતી પરિણીતા મેવાસા ગામે હતી ત્યારે પતિ સાથે નજીવા પ્રશ્ર્ને ઝઘડો થતાં ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ, ચોટીલા તાલુકાના નવા ગામ આણંદપરમાં રહેતી સોમીબેન વિઠ્ઠલભાઈ સાકરીયા નામની 40 વર્ષની પરિણીતા ત્રણ દિવસ પૂર્વે મેવાસા ગામે જગાભાઈની વાડીએ હતી ત્યારે નજીવા પ્રશ્ર્ને પતિ સાથે ઝઘડો થયો હતો.
જેથી સોમીબેન સાકરીયાને માઠુ લાગી આવતાં ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બનાવ અંગે ચોટીલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement
Advertisement
