રૈયા ગામમાં રિસામણે આવેલી પરિણીતાએ પતિએ ચારિત્ર્ય પર શંકા કરતા ફિનાઇલ પીધુ
પુનીતનગર અને માધાપર ચોકડી પાસે બે યુવક ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો
પડધરીના સરપદળ ગામે રહેતી પરિણીતાના ચારિત્ર્ય પર શંકા કરી મારમાર્યો હતો. જેથી રૈયાગામ સ્થિત માવતરે રિસામણે આવેલી પરિણીતાએ ફિનાઇલ પી લીધુ હતુ. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પડધરીના સરપદળ ગામે સાસરીયું અને રૈયાગમમાં માવતર ધરાવતી કાજલબેન મહેન્દ્રભાઇ ડાભી નામની 26 વર્ષની પરિણીતા પીયરમાં હતી ત્યારે ફિનાઇલ પી લીધુ હતુ.પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં કાજલબેનના ફોનમાંથી અન્ય યુવતીએ અજાણયા વ્યકિતને ફોન કર્યો હતો.
જેથી પતિ નરેન્દ્ર ડાભીએ ચારિત્ર્ય પર શંકા કરી મારમાર્યો હતો. જેથી કાજલબેન બે દિવસથી માવતરે રિસામણે આવી હોવાનું અને ફિનાઇલ પી લીધુ હોવાનું જાણવા મળ્યુ છે. અન્ય બનાવમાં પુનીતનગર પાસે રીયાઝ હાસમભાઇ ઠેબા (ઉ.વ.25) અને માધાપર ચોકડી પાસે સચીન શાંતિલાલ પરમાર (ઉ.વ.30) સાથે અજાણયા શખ્સોએ ઝઘડો કરી મારમાર્યો હતો. હુમલામાં ધવાયેલા બંને યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.