ગંજીવાડામાં આંચકીની બીમારીથી કંટાળી પરિણીતાએ ફાંસો ખાધો
05:00 PM Nov 05, 2025 IST | admin
પરિવારે બચાવી લઇ સારવાર માટે હોસ્પિટલ ખસેડી
Advertisement
શહેરના ગંજીવાડા વિસ્તારમાં રહેતી પરિણીતાએ આંચકીની બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે પરિવારજનોએ તેને બચાવી લઇ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
જાણવા મળતી વિગત મુજબ ગંજીવાડા શેરી નં.51માં રહેતી સેજલ કિશોરભાઇ વાળા (ઉ.વ.21)નામની પરિણીતાએ આજે સવારે પોતાના ઘરે ગાળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે પરિવારજનો જોઇ જતા તેને બચાવી લઇ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી થોરાળા પોલીસને જાણ કરી હતી.પ્રાથમિક તપાસમાં તેણીના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હોવાનુ અને સંતાનમાં એક મહિનાનો પુત્ર હોવાનુ જાણવા મળ્યુ છે. વધુમાં તેણીને આંચકીની બીમારી હોય જેનાથી કંટાળી આ પગલુ ભર્યાનું ખુલવા પામ્યુ છે.
Advertisement
Advertisement
