થાનમાં ખરીદ કરેલ મકાનના રૂપિયાની ચૂકવણીની ચિંતામાં પરિણીતાએ એસિડ પીધું
થાનમાં રહેતી પરિણીતાએ ખરીદ કરેલ મકાનના રૂૂપિયાની સગવડ નહીં થતાં એસિડ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ થાનમાં રહેતી પૂજાબેન નાગજીભાઈ સાબરીયા નામની 25 વર્ષની પરિણીતા સાંજના સાતેક વાગ્યાના સમય પોતાના ઘરે હતી ત્યારે એસિડ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં પૂજાબેન સાબરીયાએ જુનુ મકાન લીધું છે અને તે મકાનના રૂૂપિયા દિવાળીએ ચૂકવવાના હતા પરંતુ રૂૂપિયાની સગવડ નહીં થતાં ચિંતામાં એસિડ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
પૂજાબેન સાબરીયાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં લોધિકાના મેટોડા જીઆઇડીસીમાં રહેતો સચિન કમલેશભાઈ હેરવાર નામનો 19 વર્ષનો યુવાન મેટોડા ગેટ નંબર 1 પાસે હતો ત્યારે શુભમ અને લખને નજીવા પ્રશ્ને ઝઘડો કરી હાથમાં પહેરવાના કડા વડે માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.