પુનિતનગર આવાસ કવાર્ટરમાં પરિણીતાનું તાવની બીમારીથી મોત
શહેરમાં પુનિતનગર વિસ્તારમાં આવેલા આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતી પરણીતાનું તાવ-શરદીની બીમારીથી મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમા પુનિતનગર વિસ્તારમાં આવેલા આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા રહેતી જયશ્રીબેન નીતિનભાઈ બહુકીયા નામની 40 વર્ષની પરિણીતા રાત્રીના બારેક વાગ્યાના આરસના પોતાના ઘરે હતી ત્યારે તાવ શરદીની બીમારી સબબ બેભાન હાલતમાં ઢળી પડી હતી. જયશ્રીબેન બહુકીયાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેણીની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં આરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક જયશ્રીબેન બહુકિયાને સંતાનમાં એક પુત્ર છે અને જયશ્રીબેન બહુકીયા બે દિવસથી તાવ અને શરદીની બીમારીમાં સપડાયા બાદ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.