વડિયામાં ખૂંટિયો થયો ગાંડો બેથી ત્રણ વ્યક્તિને ઢિંકે ચડાવ્યા
01:40 PM Jul 08, 2025 IST | Bhumika
વડિયા શહેરમાં આજે એક ખુટ ગાંડો થયો હોવાનું જાણવા મળ્યું હતું ભરચક્ક બસસ્ટેશન વિસ્તારમાં ખુટીયો ગાંડો થતા રાહદારીઓ ને રીતસર બાનમાં લીધા હતા લોકોના ટોળા એકઠા થયા અને વડિયા ગામના પ્રાઈવેટ ઢોર ડોક્ટર સાથે ગ્રામજનો મિત્રો મંડળ દ્વારા ખુટીયા ને બે ભાવનું ઈન્જેકશન આપી પકડી પાડયો હતો અને વડિયા ગૌશાળા પાસે દોરી થી બાંધી રાખવામાં આવ્યો છે જ્યારે આ અંગે ડોક્ટર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે જો ભાનમાં આવી કોઈ પણ ધાસચારો ખાવા મંડશે તો કોઈ પ્રોબ્લેમ નહીં હોય અને જો હકીકતમાં હડકવા હાલ્યો હશે તો તે મરી જશે.
Advertisement
Advertisement