બસપોર્ટ પાસે યુવતીની છેડતી કરનાર ટપોરીની ધોલાઇ
05:08 PM Nov 03, 2025 IST | admin
રાજકોટ શહેરનાં બસ પોર્ટ પાસેથી પસાર થતી યુવતીની એક ટપોરીએ છેડતી કરતા યુવતીએ બુમા બુમ કરી હતી અને થોડીવારમાં આજુબાજુનાં લોકો ત્યા દોડી જતાં ટોળું ભેગું થઇ ગયુ હતુ અને ટપોરીને પકડી લોકોએ મેથીપાક ચખાડયો હતો અને થોડીવારમાં પોલીસ ત્યા પહોંચી જતા આરોપીને પકડી પોલીસને સોંપ્યો હતો. આ ઘટનામા હાલ પોલીસમાં કોઇ ફરિયાદ થઇ નહી હોવાનુ પોલીસ સૂત્રોમાથી જાણવા મળી રહયુ છે.
Advertisement
Advertisement
