For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કુવાડવા પાસે રસ્તો ઓળંગતા પ્રૌઢને કારચાલકે ઉલાળતા ઘટનાસ્થળે મોત

04:45 PM Jun 11, 2025 IST | Bhumika
કુવાડવા પાસે રસ્તો ઓળંગતા પ્રૌઢને કારચાલકે ઉલાળતા ઘટનાસ્થળે મોત

કુવાડવા નજીક રસ્તો ઓળંગી જતા માંગરોળના પ્રૌઢને બેકાબુ કારે ઠોકરે ચડાવતા તેંમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને આ કાર ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.આ મામલે ચાલકને પકડી લેવા તજવીજ શરૂૂ કરી હતી.

Advertisement

વધુ વિગતો મુજબ,માળીયા હાટીના નજીક ભંડુરી ગામે રહેતા જયેશભાઈ બધાભાઈ મકવાણા(ઉ.વ 45)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, માંગરોળ નાં હાનિફભાઈનો ટ્રક વાળી ચલાવું છું.ગઈ.તા.06/06/2025 નાં રોજ હું તથા આ વિનોદભાઈ એમ બને જણા માંગરોળ ખાતેથી ટ્રકમાં નારિયેળ ભરી ને રાજસ્થાન જયપુર ખાલી કરવા માટે ગયેલા હતા ત્યાંથી ગઈ તા.10/06 ના રોજ શરુ રાત્રીના સમયે જયપુર થી પરત જી.ઈ.બી.ને લગતો સામન ભરી ને વેરાવળ બાજુ આવવા માટે નીકળેલા હતા અને રાજકોટ અમદાવાદ હાઈવે કુવાડવા ગામ હાઈવે રોડ ઉપર આવેલ સેવન સ્ટાર કાઠીયાવાડી નામની હોટલની સામે રોડ ઉપર ટ્રક સાઈડમાં પાર્ક કરીને જમવા માટે ગયેલા હતા.

બાદમાં આજ તા.11/06/2025 નાં રાત્રીના સાડા બારેક વાગ્યે જમીને પરત ટ્રક તરફ આવતી વખતે વિનોદભાઈ આગળ ચાલતા હોય તેઓ રોડ ડિવાઈડર ટપી ને જતા હતા તેવામાં અમદાવાદ તરફથી મારુતિ સ્વીફ્ટ કારના ચાલક પુરઝડપે આવી વિનોદભાઈ ને હડફેટે લેતા રોડ ઉપર ફંગોળાઈ ગયેલ અને બનાવ થી રોડ ઉપર આવતા જતા વાહન વાળા ઉભા રહી ગયેલ તથા અકસ્માત કરનાર વાહન ચાલક પણ ઉભો રહી ગયેલ અને મેં વિનોદભાઈ પાસે જઈને જોતા તેમના બંને કાનના ભાગે થી તથા કપાળ નાં ભાગે ઈજા થવાથી લોહી નીકળતું હોય તેમને 108ના તબીબે મૃતજાહેર કર્યો હતો.મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમમાં ખસેડાયા બાદ તેમના પરિવારને જાણ કરી હતી અને ત્યારબાદ આ સ્વીફ્ટ કાર નં.જીજે-03-બીવાય-7569 હતા તેમની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી કાર્યવાહી કરવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement