મોરબીમાં ચોરાઉ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો
મોરબીના વીસીપરા માંથી ચોરાવ એક્ટીવા મોટરસાયકલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્ટાફ વીસીપરા પોલીસ ચોકી પાસે વાહન ચેકીંગમા હોય તે દરમ્યાન વીસીપરા બાજુથી એક શંકાસ્પદ સફેદ કલરનુ એક્ટીવા મોટરસાયકલ નંબર પ્લેટ વગર આવતા જેને અટકાવી મોટર સાયકલના કાગળો માંગતા પોતાની પાસે નહી હોવાનુ જણાવતા હોય જેથી પોલીસે પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશનમા મોટરસાયકલ ના એન્જીન ચેચીસ નંબર સર્ચ કરી જોતા મોટરસાયકલ અકરમભાઇ હુસેનભાઇ સુમરા રહે- મદીનાસોસા. વીસીપરા મોરબી વાળાના નામનુ બતાવતુ હોય જેથી આરોપીની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા મોટરસાયકલ વિજયનગર માથી ચોરી કરેલાની કબુલાત આપતા મોટર સાયકલ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 303(2) મુજબ ચોરીમા ગયેલ હોવાનુ જણાઇ આવેલ હોય જેથી મોટરસાયકલ કબ્જે કરી મોટર સાયકલ સાથે મળી આવેલ ઇસમ વિરૂૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે.