મોરબીના લાલપર નજીકથી ત્રણ કિલો પોશડોડા સાથે એક શખ્સ ઝડપાયો
પોલીસે 72 હજારનો મુદ્દામાલ કબજે કર્યો
મોરબી એસઓજી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન લાલપર ગામ નજીકથી મોટર સાઈકલને ઝડપી તેની પાસેથી પોસડોડા સહિતનો જથ્થો ઝડપી પાડ્યો હતો તો તેના ઘરની ઝડતી દરમીયાન પણ મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એસઓજી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે માધાપર કારાભાઈ ટોયેટા રહે-સૌમૈયા સોસાયટી વાવડી રોડ વાળો પોતાના મોટર સાઈકલ જીજે 36 એજી 1845 પર પોસડોડાનો જથ્થો લઇ પોતાના ગ્રાહકોને વેચાણ કરવા માટે મકનસર ગામ તરફથી મોરબી તરફ આવતો હોવાની બાતમીના આધારે વોચ ગોઠવતા લાલપર ગામ નજીક આયકર વિભાગની કચેરી સામે નેશનલ હાઈવે પરથી પોસડોડાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો તો તેના રહેણાંક મકાને પણ ઝડતી કરવામ આવી હતી જેથી એસઓજી ટીમે કુલ પોસડોડા જથ્થો વજન 3 કિલો 19 ગ્રામ કીમત રૂૂ.9570, પોસડોડાનો પાવડર જથ્થો 1 કિલો 210 ગ્રામ કીમત રૂૂ.3630, રોકડ રકમ રૂૂ.4500,મોબાઈલ નંગ 1 કીમત રૂૂ.5000 અને મોટર સાઈકલ કીમત રૂૂ.50,000 એમ કુલ મુદામાલ કીમત રૂૂ.72700 કબજે કરી માધાભાઈને ઝપડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે .