પ્રભાસપાટણની કૈલાસ સોસાયટીમાંથી ગાંજાના છોડ સાથે એક શખ્સ ઝડપાયો
તા.28/07/2025 ના એન.એ.વાઘેલા, ઇ. પોલીસ ઇન્સ્પેક્ટર, ઇન્ચાર્જ, એસ.ઓ.જી. ગીરસોમનાથ નાઓની બાતમી આધારે ભાલકા, કૈલાસ સોસાયટી, જુની પ્રજાપતિ સમાજની વંડીમાંથી એક આરોપીને માદક પદાર્થ ગાંજાના લીલા સુકા છોડ તથા સુકો વનસ્પતિ જન્ય પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડી પાડી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટ 8(ઈ),20(બ)(શશ)(ઇ) મુજબ ગુન્હો રજી.કરાવવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી. કાનાભાઇ ભાણાભાઇ જેઠવા, ઉવ.65, ધંધો.કુંભારી કામ રહે. ભાલપરા આરોપીઓ પાસેથી કબ્જે કરેલ નશાકારક ગાંજો (1) માદક પદાર્થ ગાંજાના છોડ નંગ-34 વજન 0.974 ગ્રામ જેની કી.રૂૂ.9,740 (2) ડાળીઓ પાનબીજ સાથેનો સુકો વનસ્પતિ જન્ય પદાર્થ ગાંજો વજન 0.280 ગ્રામ કી.રૂૂ.2800 (2) મોબાઇલ ફોન-01 કી.રૂૂ.500/- કુલ મુદામાલ કી.રૂૂ.13,040/કામગીરી કરનાર અધિ./કર્મચારીઓ એન.એ.વાઘેલા, ઇ.પોલીસ ઇન્સ., એસ.ઓ.જી. ગીરસોમનાથ , એમ.જી.પટેલ પોલીસ ઇન્સ. સોમનાથ મરીન પો.સ્ટે. તથા એસ.ઓ.જી. સ્ટાફના દેવદાનભાઇ કુંભરવાડીયા તથા ગોવિંદભાઇ રાઠોડ, મેરામણભાઇ શામળા એ.એસ.આઇ., વિપુલભાઇ ટીટીયા, ગોપાલસિંહ મોરી પો. હેડ કોન્સ. , મહાવિરસિંહ જાડેજા , મેહુલસિંહ પરમાર પો.કોન્સ. , ડ્રા.એ.એસ.આઇ. ભુપતગીરી મેઘનાથી , સોમનાથ મરીન પો.સ્ટે. ડ્રા.એ.એસ.આઇ. મોહનભાઇ વાઢેર તથા ગીરસોમનાથ ઋજક