રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રૂા.80 લાખની પઠાણી ઉઘરાણી કરી માથાભારે શખ્સે પરિવારને ધમકી આપી

12:53 PM Feb 22, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના દડલી ગામે રહેતા બાવાજી પરિવારના ઘરે સ્કોર્પીયોમાં બે વખત ધસી આવેલા માથાભારે શખ્સે ‘તારા પુત્રને બહાર કાઢ મારે 80 લાખ લેવાના છે’ તેમ કહી ટાંટીયા ભાંગી નાખવાની અને ઉપાડી જવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, વિંછીયાના દડલી ગામે રહેતા ગીતાબેન કાળીદાસ બાવાજી (ઉ.45)એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે વિંછીયાના મોટા હડમતીયા ગામે રહેતા જયરાજભાઈનું નામ આપ્યું છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગત તા.19-2-2024નાં રાત્રિનાં સાડા નવ વાગ્યે ફરિયાદી અને તેના પરિવારજનો ઘરે હતા ત્યારે આરોપી કાળા કલરની સ્કોર્પીયોમાં ઘરે ધસી આવ્યો હતો અને ડેલી ખખડાવી ‘તારા પતિ કાળીદાસને બહાર નિકળ તને લઈ જાવો છે’ તેમ કહ્યું હતું. ફરિયાદીએ દેકારો થતાં ડેલી બંધ કરી દીધી હતી.

ત્યારબાદ બીજે દિવસે તા.20-2-24નાં બપોરના ફરિયાદી અને તેના દીકરી ઘરે એકલા હતા ત્યારે ફરી આરોપી સ્કોર્પીયોમાં ધસી આવ્યો હતો. ‘તારા દીકરા ગોપાલને બહાર મોકલ મારે 80 લાખ લેવાના છે’ તેમ કહી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ગુનો નોંધી પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

ગોંડલના ચરખડી ગામે યુવાનને હડધૂત કર્યો
ગોંડલના ચરખડી ગામે રહેતા અને સિકયોરિટી એજન્સી ચલાવતાં કાંતિલાલ મોહનભાઈ રાઠોડ (ઉ.35) નામના યુવાને આરોપી લાલાભાઈ ભરવાડ પાસેથી રૂપિયા લેવાના હોય જેની ઉઘરાણી કરતાં આરોપી અનેં બીજા ત્રણ અજાણ્યા શખ્સોએ ગાળો આપી પાઈપ વડે માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Tags :
crimecrime newsgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement