For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માનવભક્ષી બનતો રોગચાળો: રાજકોટમાં યુવાન કમળાની બીમારી સામેનો જંગ હાર્યો

12:25 PM Nov 14, 2024 IST | Bhumika
માનવભક્ષી બનતો રોગચાળો  રાજકોટમાં યુવાન કમળાની બીમારી સામેનો જંગ હાર્યો
Advertisement

રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળો માનવભક્ષી બન્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે રાજકોટમાં સતત બે દિવસથી માસુમ બાળકી સહિત બે ના ડેંગ્યુની બિમારીથી મોત નિપજ્યા છે. ત્યારે વધુ એક ઘટનામાં ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતો યુવાન કમળાની બિમારીમાં સપડાયો હતો.

Advertisement

ચેલ્લા એક માસથી કમળાની બિમારી સામેનો જંગ લડતા યુવાને હોસ્પિટલના બીછાને દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

આબનાવ અંગે પોલીસેમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા એસકે ચોકમાં હસમુખદાસ ત્રિકમદાસ ગોંડલિયા નામનો 40 વર્ષનો યુવાન સવારના 8 વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસ નિસપ્રાણ જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો હતો.

પ્રાથમિક પુછપરછમાં મૃતક હસમુખદાસ ગોંડલિયા બે બહેનોનો એકનો એક ભાઈ હતો. અને તેને સંતાનમાં એક પુત્ર છે. હસમુખદાસ ગોંડલિયા છેલ્લા એક મહિનાથી કમળાની બિમારીમાં સપડાયો હતો. છેલ્લા એક માસથી કમળા સામે જંગ લડતા યુવકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement