મહેસાણાના જાસલપુરમાં દશેરાના દિવસે સર્જાઈ મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતા 9 શ્રમિકો દટાયાં, 5નાં મૃતદેહ મળ્યાં
મહેસાણા જિલ્લાના કડીના જાસલપુર ગામમાં એક એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. જાસલપુરમાં ભેખડ ધસતાં 9 શ્રમિકો દટાયા હોવાની વિગતો સામે આવી આવી છે. જેમાં 5 લોકોનાં મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે અન્ય ચાર શ્રમિકોને બહાર કાઢવા માટે જેસીબીની મદદથી બચાવ કામગીરી શરુ કરવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
આ ઘટનાની મળતી અમ્હીતી અનુસાર જાસલપુર ગામમાં સ્થિત સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લી.માં કામ કરતી વખતે માટીની ભેખડ ધસી પડી હતી.આ દુર્ઘટનામાં 9 જેટલા શ્રમિકો દટાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાલમાં 5 શ્રમિકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અન્ય શ્રમિકોનું રેસ્ક્યું કરવા માટે જેસીબી મદદ લેવામાં આવી છે.
પ્રાથમિક માહિતી અનુસાર કોઇ ખોદકામ કે બાંધકામની કામગીરી ચાલી રહી હતી. જેમાં ઘણા શ્રમિકા કામ કરી રહ્યા હતા. તે દરમિયાન આ દિવાલ ધરાશાયી થઇ હતી અને અહીં કામ કરી રહેલા તમામ શ્રમિકો તેમાં દટાઈ ગયાં હતા. અન્ય દટાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.આ ઘટનામાં મોતનો આંકડો વધે તેવી શક્યતા દેખાઇ રહી છે. તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે દટાયેલા શ્રમિકોને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.