પ્રેમભગ્ન યુવતીએ કોમ્પલેકસના ત્રીજા માળે ચડી મધરાત્રે કર્યો તમાસો
પોલીસે દોઢ કલાક સુધી કાઉન્સેલિંગ કરી મામલો થાળે પાડ્યો
મોબાઇલ ઉપર પ્રેમી સાથે ડખ્ખો થતા આપઘાત કરવા પહોંચી
શહેરમાં સોમવારે રાત્રિના 1 વાગ્યાના અરસામાં એક શોપિંગ કોમ્પલેક્સ પર પીજીમાં રહેતી એક યુવતી આત્મહત્યા કરવાના ઈરાદાથી પહોંચી જતા ભારે દોડધામ મચી હતી.પ્રેમી સાથે ફોનમાં વાતચીત દરમિયાન કોઈ બાબતને લઈ ઝઘડો થયા બાદ બિલ્ડીંગ પર પહોંચી ગયાનું સામે આવ્યું હતુ. ત્યારબાદ સ્થાનીકો અને કોમ્પલેકસમા રહેતા લોકોએ યુવતીને વાતોમા ભોળવી હતી અને ત્યારબાદ પોલીસને બોલાવી યુવતીને બચાવી લીધી હતી. ત્યારબાદ આ યુવતીને પોલીસ મથકે લઇ જઇ તેનુ કાઉન્સેલીંગ કરાવી મામલો થાળે પાડયો હતો.
રાત્રિના એક વાગ્યે જ્યારે સમગ્ર વિસ્તાર શાંત હતો ત્યારે જ યુવતી કોમ્પલેક્સના ત્રીજા માળે ફોનમાં વાતો કરતી હોય રસ્તા પર લોકો એકત્ર થઈ ગયા હતા. યુવતી ત્રીજા માળેથી પડતું ન મૂકે તે માટે લોકો સમજાવવા લાગ્યા હતા અને તમામ મદદની ખાતરી આપતા જોવા મળી રહ્યા છે. લોકોએ ત્રણ મિનિટ સુધી યુવતીને વાતોમાં વ્યસ્ત રાખી હતી. ત્યાં જ સોસાયટીમાં રહેતા અન્ય લોકો ઉપર પહોંચી ગયા હતા અને યુવતીને હાથ ખેંચી દીવાલ પરથી નીચે ઉતારી લીધી હતી. પોલીસ મથકનાં અજીતસિંહ પરમારે દોઢથી બે કલાક સુધી યુવતીનું કાઉન્સલિંગ કર્યું હતું.
રાત્રિના એક વાગ્યાના અરસામાં બનેલી આ ઘટના અંગે પોલીસને અને ફાયરબ્રિગડને જાણ થતા બંને ટીમો પણ પહોંચી હતી. જો કે, ફાયરબ્રિગેડની ટીમ પહોંચે તે પહેલા જ લોકોએ યુવતીને બચાવી લીધી હતી. આ મામલે રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકનાં અજીતસિંહ પરમાર અને ડ્રાઇવર દીપકભાઇ ગીડા રાત્રિના ઘટના સ્થળે પહોંચી ગયા હતા . ત્યા હાજર અજીતસિંહ પરમારે જણાવ્યું હતું કે, પુષ્કરધામ રોડ ઉપર એક યુવતી શોપિંગ કોમ્પલેક્સના ત્રીજા માળે ચડી આપઘાત કરવા જઈ રહી હોય તેવી માહિતી મળતા સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો.
જે દરમિયાન નીચે રહેલા લોકો દ્વારા તે યુવતીને નીચે ઉતરી જવા માટે રાડો પાડી કહેવામાં આવી રહ્યું હતુ. જે દરમિયાન એપાર્ટમેન્ટમાં રહેતા લોકો અગાસી પર પહોંચી ગયા હતા અને યુવતીને અગાસીની પાળી પરથી ખેંચીને નીચે ઉતારી લીધી હતી. જે બાદ યુવતીને પોલીસ મથકે લઈ જવામાં આવી હતી અને કાઉન્સેલિંગ કરાયું હતું. આ યુવતી 19 વર્ષની છે અને તેમને રાત્રીનાં સમયે તેમનાં પ્રેમી સાથે ફોન પર ઝઘડો થયા બાદ આ પગલુ ભરવા કોમ્પલેકસ પર ચડી હતી . હાલ આ યુવતની પીજીમાં રહી અભ્યાસની સાથે પાર્ટ ટાઈમ જોબ કરે છે.