ધંધો-રોજગાર શરૂ કરવા મનપા દ્વારા મળશે બે લાખ સુધીની લોન
- એન.યુ.એલ.એમ. બેંકેબલ યોજનામાં 7 ટકા ઉપરના વ્યાજની મળશે સબસિડી
રાજકોટ મહાનગરપાલિકા પ્રોજેક્ટશાખાના DAY-NULM દ્વારા શહેરના રોજગાર વાન્છુક લોકોને જાણ કરવામાં આવે છેકે, દીન દયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાનાં સ્વ-રોજગાર બેંકેબલ યોજના (SEP-I) ઘટક હેઠળ ધંધો રોજગાર શરૂૂ કરવા માટે રૂૂ.2,00,000/- ની મહત્તમ મર્યાદામાં રાષ્ટ્રીયકૃત બેંક મારફત ધિરાણ મળવા પાત્ર છે. તથા સ્વ રોજગાર બેન્કેબલ યોજના (SEP-I) લોન મેળવવા ઇચ્છતા કોઈ પણ પાંચ અથવા વધારે વ્યક્તિઓ(જે માંથી 70% શહેરીગરીબ) કે જેઓ શહેરી ગરીબ હોઈ, તે આ યોજનાનો લાભ મેળવી શકશે. રૂૂ. 10,00,000/- સુધીની લોન મળવા પાત્ર છે. આ યોજનાના લાભાર્થીને 7% થી વધુ વ્યાજ ઉપર વ્યાજ સબસીડી મળવા પાત્ર છે. આ યોજનાનો લાભ લેવા માટે સુવર્ણ જયંતી શહેરી રોજગાર યોજનાનું બી.પી.એલ. કાર્ડ, બી.પી.એલ. રેશન કાર્ડ, આવાસના લાભાર્થી તથા અનુ.જાતિ, અનુ.જન જાતિના લાભાર્થીઓ તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્યમાન ભારત કાર્ડ ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે. ભારત સરકાર પુરસ્કૃત આ યોજનામાં શહેરી ગરીબોને ધંધા રોજગાર શરુ કરવા અથવા રોજગારના વિકાસ માટે લાભ આપવામાં આવે છે. લોનમાં 7% થી ઉપરના વ્યાજની સબસીડી તરીકે સહાયતા પ્રાપ્ત થાય છે. લોન ભરપાઈ કરવાનો સમયગાળો 5 વર્ષ થી 7 વર્ષ રહેશે.