For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોઢવા ગામે વાડી વિસ્તારમાં સિંહ પરિવારે બળદનું કર્યુ મારણ

12:13 PM Jun 28, 2025 IST | Bhumika
લોઢવા ગામે વાડી વિસ્તારમાં સિંહ પરિવારે બળદનું કર્યુ મારણ

લોઢવા ગામે આવેલ સાતવાની સીમ વિસ્તારમાં વેરાવળ-કોડીનાર રોડ ઉપર એકસિંહ પરિવાર રોડ ઉપર આવીને એક બળદનું મારણ કરેલ છે. આ સિંહ પરિવારના આગમનથી ખેડૂતોમાં ભયની લાગણી ફેલાઈ છે. લોઢવા ગામ 80 ટકા ખેડૂતો વાડી વિસ્તારમાં જ રહેણાંક છે અને તેમના માલ-ઢોર પણ વાડી વિસ્તારમાં રાખવામાં આવે છે અને આ ગામના વાડી વિસ્તારમાં અવારનવાર વન્ય પ્રાણી દિપડા તથા સિંહ દ્વારા અવારનવાર મારણ ના પણ બનાવો બન્ને છે અને વાડી વિસ્તારમાં રાત્રીનાં સમયે લાઈટ ના પણ ધાંધીયા છે. તેથી આવા અન્ય પ્રાણીઓના મારણ કરે છે. તેથી આ વિસ્તાર ખેડૂતોની એવી માંગણી છે કે વાડી વિસ્તારમાં રાત્રીનાં સમયે બે ફેશ લાઈટ મળે તેવી માંગણી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement