વનતારા સંવર્ધન શ્રેષ્ઠતાનું કાયદેસરનું વૈશ્ર્વિક હબ
ગત રવિવારે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં આયોજિત કોન્ફરન્સ ઑફ પાર્ટીઝ ટુ CITESની વીસમી બેઠકમાં, સ્ટેન્ડિંગ કમિટી અને સભ્ય રાષ્ટ્રોના મોટાભાગના દેશોએ પ્રાણીઓની આયાતના સંદર્ભમાં ભારત સામે કોઈપણ પગલાં લેવા પર્યાપ્ત પૂરાવા કે આધાર નથી તેવી પુષ્ટિ કરવાની સાથે જ આ મામલે ભારતના વલણને નિર્ણાયક સમર્થન આપ્યું છે. આ પરિણામ થકી વન્યજીવ સંભાળ માટે કાયદેસરતા, પારદર્શકતા અને વિજ્ઞાન-આધારિત વનતારાના મોડેલને સુદૃઢ માન્યતા પ્રાપ્ત થઈ છે, જે વનતારાને વૈશ્વિક માપદંડો સાથે તેના અનુસરણ અને વિશ્વના સૌથી વધુ નૈતિકતાપૂર્ણ સંચાલિત અને વ્યવસાયિક ઢબે ચાલતા વન્યજીવ સંરક્ષણ કેન્દ્રોમાંના એક તરીકે તેને પ્રસ્થાપિત કરે છે.
CITES સચિવાલય, એક યુએન સાથે સંકળાયેલી સંસ્થા છે, જે વૈશ્વિક વન્યજીવ નિયમોના અનુપાલનની સમીક્ષાની જવાબદારી ધરાવે છે, અને જેણે ગત સપ્ટેમ્બર માસમાં વનતારામાં બે દિવસનું મિશન હાથ ધર્યું હતું.
તેની મુલાકાત દરમિયાન વનતારાના એન્ક્લોઝર્સ, પશુચિકિત્સા પદ્ધતિઓ, રેકર્ડ, બચાવ કામગીરી અને વેલ્ફેર પ્રોટોકોલ્સનું વિગતવાર નિરીક્ષણ કરાયું હતું.ગત તા. 30 સપ્ટેમ્બરના રોજ સ્ટેન્ડિંગ કમિટીને સુપ્રત કરાયેલા અહેવાલમાં, સચિવાલયે વનતારાને આધુનિક માળખાગત સુવિધા, અદ્યતન પશુચિકિત્સા સંભાળ અને ઘનિષ્ઠ બચાવ અને પુનર્વસન પ્રણાલિઓ ધરાવતી વિશ્વ-સ્તરીય, કલ્યાણકારી સંસ્થા તરીકે માન્યતા આપી હતી. તેણે પ્રસ્થાપિત કર્યું હતું કે, વનતારાનું કામ પ્રાણીઓના કલ્યાણ અને સંરક્ષણ પર કેન્દ્રિત છે, અને આ સુવિધા ક્યારેય પણ કોઈપણ પ્રકારના ધંધાદારી પશુ વેપારમાં સામેલ નથી. આ અહેવાલમાં વનતારાની નિખાલસતા, સહકાર અને CITESના નિયમો સાથેની સુસંગતતાઓની પણ નોંધ લેવાઈ હતી.
આ આંતરરાષ્ટ્રીય તારણો ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા વનતારા સામેના દરેક આરોપની કાનૂની, નાણાકીય, કલ્યાણકારી અને CITESના માપદંડોની એરણે ચકાસણી કરવા નિયુક્ત કરાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમના તારણો સાથે સાર્વત્રિક રીતે અને સંપૂર્ણપણે સુસંગત છે. ડોક્યુમેન્ટ ઓડિટ્સ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અધિકારીઓ સાથે પરામર્શ અને જામનગર ખાતેની સુવિધાના સ્થળ પર નિરીક્ષણ સહિતની સઘન ચકાસણી બાદ, જઈંઝ એ તારણ પર પહોંચી હતી.
બંને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સમીક્ષાઓમાં, એક નિષ્કર્ષ સ્પષ્ટ છે: વનતારાએ કાયદેસર, પારદર્શક રીતે કામગીરી કરી છે અને પોતાની કામગીરીના દરેક તબક્કે સર્વોચ્ચ વૈજ્ઞાનિક અને નૈતિક માપદંડોને જાળવી રાખ્યા છે. અફવાઓ જ્યારે જાહેર જનતાની માન્યતાને વિકૃત બનાવી શકે તેવા સમયે રેકોર્ડ હવે સ્પષ્ટ છે. વનતારા એ દર્શાવવાનું ચાલુ રાખે છે કે અનુપાલન, કરુણા અને વૈજ્ઞાનિક સઘનતા પર આધારિત વિશ્વ-સ્તરીય વન્યજીવ બચાવ અને સંરક્ષણ હાથ ધરવું એ શક્ય છે અને ભારતમાં તો અગાઉથી જ મોટાપાયે આ ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે.