ચોટીલા-સાયલા હાઇવે ઉપર LDOનો જથ્થો ઝડપાયો
4.34 લાખનો મુદ્દામાલ જપ્ત, હાઇવે ઉપર બેરલ દ્વારા ગે. કા. ઇંધણ ભરવાનો મોટો કારોબાર હોવાની આશંકા!
ચોટીલા હાઇવે ઉપર એક પીક અપ વાનમાં એલડીઓ નો જથ્થો ભરેલ બેરલો મળી આવતા 4.34 નો મુદ્દામાલ જપ્ત કરી રાજકોટ જિલ્લાના પરવાનેદાર અને ચાલક વિરૂૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ ચોટીલા ડે. કલેકટર એચ. ટી. મકવાણાની ટીમે મઘરીખડા ગામ પાસે પીકઅપ વાન ને અટકાવી તલાશી લેતાં તેમા શંકાસ્પદ લાઇટ ડીઝલ ઓઇલનો જથ્થો ભરેલા બેરલ હતા.
ઝડપાયેલ જથ્થાનાં પરવાનેદાર જયદીપભાઇ રસિકભાઈ વઘાસીયા હોવાનું તેમજ ધંધા ના સ્થળ તરીકે કોટડા સાંગાણી નું નારણકા ગામ નો પરવાનો હોવાની વિગતો ખુલી હતી. તંત્ર એ પરવાનાનો દૂર ઉપયોગ કરી પરવાનો ગાડીમાં સાથે રાખી અત્રે વેચાણ કરતા વાનમાં ભરેલ 11 બેરલ લાઈટ ડીઝલ ઓઇલ જપ્ત કરી 1,34,992 નું એલડીઓ અને પીક અપ મળી 5,34,992 નો મુદ્દામાલ જપ્ત કાર્યવાહી હાથ ધરી છે. ચોટીલા પ્રાત અધિકારી દ્વારા હાલ આ ઝડપાયેલા જથ્થાને જપ્ત કરી તેના સેમ્પલ લઈ તેને સીલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાતા ફફડાટ વ્યાપી ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ લીમડી નેશનલ હાઇવે ઉપર ગે. કા પ્રવાહીનાં વેચાણની પ્રવૃતિઓ મોટા પાયે ચાલતી હતી જેમા ચોટીલાની કેટલીક હોટલોમાં ચાલતા ગોરખધંધા ઉપર તવાઈ આવતા હવે અન અધિકૃત વાહનોમાં ગે. કા ઇધણ ભરી આપવાનો ધંધો રનીંગ વાહનમાં શરૂૂ કરવામાં આવ્યો હોવાની આશંકા ઉપજી રહી છે. ત્યારે આ ગોરખધંધા પાછળ હપ્તા પધ્ધતિ પણ હોવાનું કહેવાય છે.