રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શેરબજારમાં કમાવવાની લાલચ આપી રાજકોટ એઇમ્સના લેબ ટેક્નિશિયને 85 હજાર ગુમાવ્યા

04:14 PM Aug 16, 2024 IST | admin
Advertisement

અજાણયા નંબરમાંથી ગઠિયાનો કોલ આવ્યા બાદ યુવાન વિશ્ર્વાસમાં આવી જતા છેતરાયો

Advertisement

હાલ સાયબર ફ્રોડને રોકવા શહેર પોલીસ દ્વારા અનેક સેમિનારના આયોજન કરવામાં આવે છે તેમ છતાં લોકોમાં કાંઈ જાગૃતતા આવી ન હોય રોજ બરોજ છેતરાતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે.શેરબજારમાં ટ્રેડીંગ કરી રૂૂપીયા કમાવવાની લાલચમાં રાજકોટ એઇમ્સના લેબ ટેકનિશિયને રૂૂ.85,700 ગુમાવ્યાં હતાં.બનાવ અંગે સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાયો હતો.

વધુ વિગતો મુજબ,150 ફુટ રીંગ રોડ પરીશ્રમ સત્કાર સ્કુલની બાજુમા રહેતા સાગર શંભુભાઈ સાવલીયા (ઉ.વ.30) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે એક મોબાઈલ નંબરના ધારક બ્રિજેશ જેન્તીલાલ મારવાણીયા અને બે અલગ અલગ બેંક ધારકના નામ આપતા સાયબર ક્રાઈમ પોલીસે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.ફરિયાદીએ જણાવ્યું હતું કે,તેઓ જામનગર રોડ પર આવેલ એઈમ્સમાં લેબ ટેક્નીશીયન તરીકે કામ કરે છે.તેમજ તેઓ એસબીઆઈ બેંકમાં એકાઉન્ટ ધરાવે છે. એક વર્ષ પહેલા તેમના મોબાઈલ નંબર પર અજાણ્યા નંબરમાંથી કોલ આવેલ અને પોતાનુ નામ બ્રીજેશ મારવાણીયા જણાવેલ અને શેરબજારમા ટ્રેડીંગ કરવા માટે કહ્યું હતું.

ફરિયાદીએ તેમના કહેવા પ્રમાણે પોતાનું ડીમેટ એકાઉન્ટ ટ્રેડીંગ કરવા માટે આપેલ તેના આઈડી પાસવર્ડ પણ આપી દીધેલ હતાં.જેમા તે વ્યક્તિએ પોતાની રીતે ઓપ્શન ટ્રેડીંગ કરતા એક અઠવાડીયામા રૂૂ.1 લાખનો લોસ આવેલ હતો.ત્યારબાદ લોસ રિકવર કરવા તમારે મારા બેંક ખાતામા પૈસા ટ્રાન્સફર કરવા પડશે તો તમારો થયેલ લોસ હુ રીકવર કરી આપીશ જેથી તેમને ટ્રાન્જેકસનથી કુલ રૂૂ.85700 ટ્રાન્સફર કરેલ હતાં.પરંતુ બાદમાં પણ કોઈ પ્રકારનો પ્રોફીટ ના મળતા નહી ગઠીયાએ હજી વધારે ઈન્વેસ્ટમેન્ટ કરવુ પડશે અને વધુ પૈસાની માંગણી કરતા હોય જેથી શંકા જતા ફ્રોડ થયાનું સામે આવ્યું હતું.બાદમાં તુરંત ઓનલાઈન ફરીયાદ નોંધાવી હતી.

Tags :
gujaratgujarat newsrajkkotaemsrajkotrajkot newsrajkotpolicestockmarket
Advertisement
Next Article
Advertisement