તળાજા તાલુકાના મધુવનના દરિયા કિનારે માનવ લાશ તણાઈ આવી
વસ્ત્ર વીહિન લાશ પુરુષની કે સ્ત્રીની એ ડોક્ટર કહી શકે તેવી સ્થિતિ:પીઠની બરાબર મધ્યે ટેટુ
દરિયો કોઈને સંઘરતો નથી.તળાજા તાલુકાના દાઠા પોલીસ મથક નીચેના મધુવન ગામ ના દરિયા કિનારે આજે સાંજ ના સમયે એક માનવ લાશ તણાઈ ને આવી હતી.દરિયા કિનારો હોય અલંગ મરીન દ્વારા રાત્રે જઇ ને સ્થળ પંચનામું સહિત ની કાર્યવાહી સાથે લાશનો કબજો લઈ મૃતક ની ઓળખ અને મોત નું કારણ જાણવા કવાયત હાથ ધરીછે.
દરિયા કિનારે ના મધુવન ગામમાં ચકચાર મચાવતા બનાવ ની મળતી વિગતો મુજબ સાંજ ઢળે તે પહેલાં નજીકના દરિયા કિનારે એક માનવ લાશ પડી હોવાની વહેતી થયેલ વાત ને લઈ ગ્રામજનો દોડી ગયા હતા. લાશઉંધી પડેલ હતી.સ્થળપર દોડી ગયેલા લોકો પાસેથી મળતી વિગતો મુજબ લાશ નગ્ન હાલતે છે.એટલી કોહવાઈ ગયેલ છેકે માંસ પણ અમુક ખવાઇ ગયેલ છે.
હાડકા દેખાઈ રહ્યા છે.પીઠ કાળી દેખાઈ રહી હોય દરિયાના પાણી મા રહેવા ના કારણે થયેલ છેકે એટલો ભાગ બળેલો છે? એ ઉપરાંત કોહવાઈ ગયેલ લાશ ને લઇ પુરુષ ની છેકે સ્ત્રી ની એ પણ પોલીસ તપાસ કરે અથવા તો હોસ્પિટલ મા ડોકટર અભિપ્રાય આપે બાદ ખબર પડે તેમછે.
સ્થળ ઉપર લોકો પોલીસ ની રાહ જોઈ ને ટોળે વળ્યા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું હતુ કે આ વિસ્તારમાથી કોઈ લાપત્તા બન્યા ની પણ જાણ નથી એટલે બહાર ના કોઈ વ્યક્તિ ની લાશ હોવી જોઈએ.હાલ તો ઓળખવી મુશ્કેલ છે. જોકે આ લાશ નઝરે જોતા અને વાયરલ થયેલ વિડિઓ પ્રમાણે ગરદન ની નીચે,પીઠ ની બરાબર પાછળ ના ભાગે એક ટેટુ દોરેલ છે.એ ટેટુ ના આધારે લાશ ની ઓળખ આસાન બને તેમ છે.