ખંભાળિયામાં ધમધમતા માર્ગ પર ભુરાટા થયેલા ગૌવંશથી ભારે નાસભાગ
11:16 AM Oct 11, 2024 IST
|
Bhumika
Advertisement
Advertisement
ખંભાળિયા શહેરમાં રસ્તે રઝળતા ગૌવંશના કારણે વધુ એક વખત હાલાકીભરી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું. ખંભાળિયાના ટ્રાફિકથી ધમધમતા એવા જોધપુર ગેઈટ ચોકમાં ગઈકાલે સવારના સમયે એક ગાય તથા બળદ ભૂરાટા થયા હતા. કોઈ કારણોસર બેકાબુ બની ગયેલી ગાય આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને અડફેટે લેવા દોટ મૂકતી હતી.
અહીંથી નીકળતા રીક્ષા ચાલકો, મોટરસાયકલ કે છકડા રીક્ષાની પણ પાછળ દોડીને જાણે ઢીકે ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય તેવું ચિત્ર ખડું થયું હતું. આ ભુરાટી બનેલી ગાયના કારણે થોડો સમય આ માર્ગ પર વાહન ચાલકો તેમજ રાહદારીઓમાં ભય સાથે દોડધામ મચી જવા પામી હતી.પશુઓના ત્રાસને નાથવા માટે નિષ્ફળ બનેલા તંત્રનો વધુ એક દાખલો ગુરુવારે જોધપુર ગેઈટ ચોકમાં જોવા મળ્યો હતો.
Next Article
Advertisement