For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

‘વંદે મારતમ્’ના જયઘોષ થકી ગરિમામય ભારત ભૂમિને કોટીકોટી વંદન

04:45 PM Nov 07, 2025 IST | admin
‘વંદે મારતમ્’ના જયઘોષ થકી ગરિમામય ભારત ભૂમિને કોટીકોટી વંદન

આ ગીતે દેશની ચેતનાને જગાવી એના સુદીર્ધ ગાયનકાળમાં જાણે કે રાષ્ટ્રભક્તિના પ્રાણવાયુ જેવી ઉર્જા ઉત્પન્ન કરી

Advertisement

દેશનું સુકાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંભાળ્યુ ત્યારથી ‘વંદે મારતમ્’ ગીતના શબ્દો પુન: જાગૃત થયા

આપણે દેશભક્તિના અભૂતપૂર્વ સમયમાં જીવી રહ્યા છીએ. આઝાદી પહેલાં જે દેશભક્તિનો માહોલ હતો એવો દેશભક્તિનો માહોલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ દ્વારા શરૂૂ કરાયેલ ‘આત્મનિર્ભર ભારત’અને ‘રાષ્ટ્ર પ્રથમ’ જેવા નૂતન અભિયાનની પ્રેરણાથી સર્જાઇ રહ્યો છે. આજે વધુ એક દેશભક્તિનું સ્મરણપર્વ ઉજવવાની ઘડી છે. ઇ.સ. 1875માં લખાયેલું આપણું વંદે માતરમ્ ગીત 150 વર્ષ પૂરા કરી રહ્યું છે. આ ગીત બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજી દ્વારા આનંદમઠ નવલકથામાં પહેલીવાર પ્રકાશિત થયું હતું, પણ આ ગીતે દેશની ચેતનાને જગાવી એના આ સુદીર્ઘ ગાયનકાળમાં જાણે કે રાષ્ટ્રભક્તિના પ્રાણવાયુ જેવી ઊર્જા ઉત્પન્ન કરી.

Advertisement

આ ગીતમાં રહેલી ઉદ્દાત્ત દેશભક્તિ અને ઊર્જા સમગ્ર સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોમવંતી બની રહી. ઇતિહાસકારોનું માનવું છે કે, સ્વાતંત્ર્ય સંગ્રામ હોય કે સ્વદેશી ચળવળ હોય, કે પછી સત્યાગ્રહની તૈયારીઓ હોય, વંદે માતરમ્ ગવાય એટલે દેશભક્તિનું ઊર્જાવાન વાતાવરણ રચાઈ જતું. આઝાદીની ચળવળ દરમિયાન પણ અનેક નેતાઓ આ ગીતની એક એક પંક્તિને ચરિતાર્થ કરવા માટે પોતાનું જીવન ખપાવી રહ્યા હતા. મહર્ષિ અરવિંદ હોય કે ભગતસિંહ, સૌ દેશભક્તો આ ગીતના ગુંજનમાં પોતાના જીવનની સાર્થકતા જોતા હતા.

આપણું સદ્ નસીબ છે કે દેશનું સુકાન જ્યારથી નરેન્દ્રભાઈ મોદીએ સંભાળ્યું છે, ત્યારથી જાણે કે આ વંદે માતરમ્ ગીતના શબ્દો પુન: જાગૃત થઈ ગયા છે. સૌ કોઈને લાગે છે કે આ ગીતમાં રહેલી દેશભક્તિને નરેન્દ્રભાઈએ જાણે મૂર્તિમંત કરી છે, એક ગીતના શબ્દોને રાષ્ટ્રના જીવનમાં કેવી રીતે ઉતારી શકાય એ માટેની પ્રેરણા અને પરિશ્રમ આજે પરિણામો આપી રહ્યા છે. આઝાદીની લડાઈમાં એ વખતે ‘આનંદમઠ’ નવલકથામાં સંન્યાસીઓના સંઘર્ષની વાત આવતી હતી, આજે નરેન્દ્રભાઈની તપશ્ચર્યા અને ત્યાગ આ ગીતના શબ્દોને જાણે ચરિતાર્થ કરી રહ્યા છે. એ દિવસ યાદ કરો, જ્યારે કાશ્મીરના લાલ ચોકથી નરેન્દ્રભાઈએ નત્વં હિ દુર્ગા..થનો ભાવ સમગ્ર દેશમાં જગાવેલો.

મા ભારતીને ખરા હૃદયથી વંદન એટલે ‘વંદે માતરમ્’. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજી દ્વારા રચિત આ ગીત સ્વાતંત્ર્ય સંગ્રામમાં રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રપ્રેમના ઉદ્ ઘોષ સમું બન્યું હતું. આ ગીતનો પ્રત્યેક શબ્દ અને પ્રત્યેક શબ્દમાંથી વ્યક્ત થતા પ્રત્યેક તેજબિંદુએ સ્વાતંત્ર્ય સેનાનીઓમાં બ્રિટીશ સામ્રાજ્યને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે ઉદ્દીપકનું કાર્ય કર્યું હતું. ઈ.સ. 1875માં લખાયેલા આ ગીતને આ વર્ષે 150 વર્ષ પૂરા થઈ રહ્યાં છે, ત્યારે એક વાત ચોક્કસ છે કે, આ માત્ર એક ગીત નથી, માત્ર શબ્દોથી રચિત કોઈ ગાન નથી, પરંતુ ‘વંદે માતરમ્’ સાચા અર્થમાં ભારત માતાને વંદન છે, નમન છે. વંદે માતરમ્ ગીતની સાર્ધ શતાબ્દી નિમિત્તે 7 કરોડ ગુજરાતીઓ વતી હું પણ આ ગીતને વંદન કરી મા ભારતી માટેની કૃતજ્ઞતા અને અહોભાવ વ્યક્ત કરું છું. વંદે માતરમ્ ના 150મા વર્ષને એક વિશેષ વર્ષ તરીકે ઉજવવાનું ‘વિઝન’ આપનાર ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિત્વમાં આ ગીત અસ્ખલિત રીતે વ્યક્ત થાય છે. મોદીજી દ્વારા આપવામાં આવેલ વંદે માતરમ્ ગીતના 150મા વર્ષની ઉજવણીના કાર્યક્રમ થકી મા ભારતીના સંતાનોનું કલ્યાણ થાય, તેઓ ગર્વથી માથું ઊંચું કરી ગૌરવભેર જીવન જીવી શકે તે ભાવના નિહિત છે.

આઝાદ ભારતના ઈતિહાસમાં આપણને એવું નેતૃત્વ ભાગ્યે જ જોવા મળશે કે, જેમણે પોતાના પ્રત્યેક કાર્ય અને શ્વાસને રાષ્ટ્ર માટે સમર્પિત કર્યા હોય અને એ કહેતાં મને ગર્વની લાગણી અનુભવાય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમાં પ્રથમ હરોળમાં સ્થાન ધરાવે છે. મોદીજીના દરેક કાર્યમાં ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના અગ્રીમ રહી છે.

આ વંદે માતરમ ગીતનો જાણે કે યથાર્થ મહિમા કરતા હોય એમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજનીતિને એક નવો વળાંક આપ્યો, વિકાસનો નવમાર્ગ ચીંધ્યો. મોદીજી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે પંચશક્તિની વાત કરી, જળ વ્યવસ્થાપનની વાત કરી કારણ કે વંદે માતરમ્માંથી એમને પ્રેરણા મળી હતી કે આ ધરતી સશ્યશ્યામલા ઉર્વરક ભૂમિ છે. એમણે વડાપ્રધાન બનીને પણ ક્ધયા કેળવણી અને સમગ્ર શિક્ષાને એક નવી દિશા મળે એ માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડી, કારણ કે મોદી સાહેબ આખી જિંદગી ગાતા રહ્યા, નવાણી વિદ્યાદાયિની, નમામિ ત્વામ્, અમલામ્ અતુલામ આ શબ્દોમાં રહેલી અપાર શક્તિથી ક્ધયા કેળવણીની શરૂૂ થયેલી યાત્રા ચંદ્ર ઉપર શિવશક્તિના પોઇન્ટની પ્રસ્તાવના સુધી પ્રસરેલી છે. આપણે જોઈ શકીએ કે, રાત-દિવસ દેશ માટે મહેનત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ આ વંદે માતરમ્ના ગીતને જાણે કે જીવી રહ્યા છે.

આજે જે નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત થઈ રહી છે, તેમાં સૌ કોઈને એવી આતુરતા છે, એવી ખેવના છે કે આપણી ભારત માતા સુખદા અને વરદા બને. એટલા માટે ભારતને વિકસિત બનાવવા માટે જાણે કે એક દીર્ઘદૃષ્ટા વડાપ્રધાન આપણને મળ્યા છે. આ ગીતના શબ્દોને વ્યક્ત સ્વરૂૂપ આપીને તેઓ એક નવા યુગનું સર્જન કરી રહ્યા છે.

જગતજનની અને આપણી ભારત માતા આપણને એવી શક્તિ બક્ષે જેનાથી 2047માં જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ પૂરા થાય, ત્યારે નરેન્દ્રભાઈ આપણને બોલાવે છે એ જ ખુમારીથી અને ગૌરવથી આપણે વિશ્વ સમક્ષ જય ઘોષ કરી શકીએ, અને ગાઈ શકીએ, નવંદે માતરમ્

Advertisement
Tags :
Advertisement
Advertisement