For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોમનવેલ્થની યજમાની ગુજરાતને મળતા મુખ્યમંત્રી-ના.મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત

04:12 PM Nov 28, 2025 IST | Bhumika
કોમનવેલ્થની યજમાની ગુજરાતને મળતા મુખ્યમંત્રી ના મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત

ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાનપદ મળતા આ ઐતિહાસિક સફળતાને ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાઇ રહેલી સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ થીમ આધારિત ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં હર્ષોલ્લાસભેર વધાવવામાં આવી હતી.

Advertisement

કોમન વેલ્થ ગેઇમ્સ 2030 ના આયોજન માટેના બીડમાં ભારતને મળેલા વિજયને પગલે ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળતા આ અવિસ્મરણીય ઘડીને આવકારવા માટે આશ્રમના પેવેલિયનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવી પહોંચતા ઢોલ નગારાની ગુંજ અને આતશબાજી સાથે વાજતે ગાજતે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ એ આદિવાસી નૃત્ય કરી આ ઘડીને આવકારી હતી.
આ ઐતિહાસિક સફળતાની ઉજવણીને વધાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, કોમનવેલ્થ ગેમ્સની યજમાની ગુજરાતને મળી તેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિઝન અને દીર્ઘદૃષ્ટિનું પરિણામ છે. આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, ભારત દેશ માટે ગૌરવની વાત છે.

કોમનવેલ્થ ગેમ્સને 100 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે, ત્યારે તેના નેતૃત્વનો અવસર ગુજરાતને પ્રાપ્ત થયો તે ગૌરવવંતી ક્ષણ છે. આ ખુશીને વધાવી સૌએ એકબીજાને મોં મીઠું કરાવ્યું હતું. આતશબાજી સાથે આ યજમાનીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ભારત અને ગુજરાતનો વિકાસ આભ ને આંબી જાય તેવો કરવાનો સંદેશ આપવા માટે મંત્રી મંડળ દ્વારા બલૂન ઉડાડવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંત્રી મંડળ ના સૌ મંત્રીઓ,મુખ્ય સચિવ મનોજકુમાર દાસ સનદી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement