For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં પરસોતમભાઈ રૂપાલાનું ભવ્ય સ્વાગત

03:33 PM Mar 05, 2024 IST | admin
રાજકોટમાં પરસોતમભાઈ રૂપાલાનું ભવ્ય સ્વાગત
  • ચોટીલા, ત્રિમંદિર અને રણછોડદાસજી આશ્રમે દર્શન કરી રાજકોટમાં શરૂ કર્યો પ્રચાર
  • ભાજપ કાર્યકરોએ ડી.જે., ઢોલના નાદ સાથે રાસની રમઝટ બોલાવી, ઉત્સવ જેવો માહોલ

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ ભાજપના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલા આજે પ્રથમ વખત રાજકોટ આવતાં રાજકોટ શહેર તથા જિલ્લા ભાજપ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને પારેવડી ચોકથી ખુલ્લી જીપમાં પરસોતમભાઈ રૂપાલા સાથે ભાજપના કાર્યકરો રેલી કાઢી શહેર ભાજપ કાર્યાલયે દોરી ગયા હતાં.

Advertisement

આજે સવારે ભ્જપના ઉમેદવાર રૂપાલાએ ચોટીલા ખાતે ચામુંડા માતાજીના દર્શન કરી સૌરાષ્ટ્રમાં એન્ટ્રી કરી હતી અને ત્યાંથી નવાગામ પાસે આવેલ ત્રિમંદિર ખાતે દાદા ભગવાનને દર્શન કર્યા હતાં અને ત્યારબાદ રાજકોટમાં પ્રવેશી રણછોૈડદાસજી મહારાજનાં દર્શન કર્યા હતાં.

પરસોતમભાઈ રૂપાલા સૌ પ્રથમવાર રાજકોટ આવ્યા હતાં અને તેમની શરૂઆત રણછોડદાસજી આશ્રમે રણછોડદાસજીના આર્શીવાદ લઈને રાજકોટનાં પારેવડી ચોક આવ્યા ત્યારે શહેર ભાજપ દ્વારા ભારત માતા કી જય, વંદે માતરમના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠયું હતું. આ દરમિયાન શહેર ભાજપ દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરતી વેળાએ આતશબાજી અને ડી.જે.ના સંગાથે ભારતમાં જુઓ હવે ભગવો લહેરાયના તાલ સાથે મહિલા મોરચા દ્વારા રાસની રમઝટ બોલાવી ડી.જે.ઢોલ નગારાના નાદ વગાડી, શરણાઈના સૂર સાથે સ્વાગત કરાયું. આ તકે મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, મુકેશભાઈ દોશી, ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, બીનાબેન આચાર્ય, અશ્ર્વિન મોલીયા,સહિતનાએ પરસોતમભાઈ રૂપાલાજીને પુષ્પગુચ્છ આપી ફુલહાર કરવામાં આવેલ અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે પરસોતમભાઈ રૂપાલીએ કહ્યું હતુંકે ભાજપનો કાર્યકર્તા છું. પરતુ પહેલો સગો પાડોશી એટલે પાડોશીધર્મ પહેલા બજાવીશ તેવો સૂર બજાવ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement