રેસકોર્સ રિંગ રોડ પર ‘કરે કોઇ ભરે કોઇ’ જેવો ઘાટ
03:59 PM Mar 20, 2025 IST
|
Bhumika
Advertisement
રાજકોટમાં ધુળેટીના તહેવાર દરમિયાન રેસકોર્સ રિંગ રોડ ઉપર ઘેરૈયાઓએ બેફામ કલર ઉડાડતા રોડ પર કલરના થર જામી ગયા હોવાથી વાહનચાલકો લપસીને પડયા હતા. અંતે દેકારો મચી જતા કોર્પોરેશનના જવાબદારો ફાયર ફાઇટર લઇને ઉતરી પડયા હતા અને પાણીનો મારો ચલાવી રસ્તા ક્લિન કર્યા હતા. એક અઠવાડીયા બાદ કોર્પોરેશનનું તંત્ર જાગ્યુ હતું. વોર્ડ ઇન્સ્પેકટરો અને તમામ અધિકારીઓ- પદાધિકારીઓ વારંવાર આ રસ્તા પરથી પસાર થયા હતા છતાં કોઇનું ધ્યાન ન ગયું તે પણ આશ્ર્ચર્યજનક બાબત છે.
Advertisement
Next Article
Advertisement