For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

37.84 લાખનું સોનું ચાઉં કરીને ભાગી છૂટેલો સોની વેપારી પકડાયો

12:01 PM Aug 19, 2024 IST | admin
37 84 લાખનું સોનું ચાઉં કરીને ભાગી છૂટેલો સોની વેપારી પકડાયો

પોલીસ દ્વારા રૂપિયા 5.40 લાખનું સોનું, 79,000 ની રોકડ રકમ કબજે, વધુ ભોગ બનનાર ત્રણ નાગરિકો સામે આવ્યા

Advertisement

જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં સોના ચાંદીનો શોરૂૂમ ધરાવતા એક સોની વેપારી જામનગરના 12 જેટલા લોકોનું સોનુ તથા રોકડ રકમ વગેરે મળી 37.84 લાખ નું ફૂલેકું ફેરવીને ભાગી છૂટ્યો હોવાની ફરિયાદ થઈ હતી, જે સોની વેપારીને પોલીસે ઝડપી લીધો છે, અને ત્રણ દિવસના રિમાન્ડ પર લીધો છે.

પોલીસ દ્વારા તેની પાસેથી રૂૂપિયા 5.40 લાખનું સોનુ તેમજ 79,000 ની રોકડ રકમ કબજે કરી લેવામાં આવી છે, જ્યારે તેનો ભોગ બનનાર વધુ ત્રણ નાગરિકો સામે આવ્યા છે.

Advertisement

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સેન્ટ્રલ બેન્ક રોડ પર દીપ એપાર્ટમેન્ટમાં ત્રીજામાળે રહેતા અને જામનગરમાં ચાંદી બજારમાં ન્યુ ક્રિષ્ના જ્વેલર્સ નામની સોના ચાંદીના દાગીનાની દુકાન ધરાવતા મનીષભાઈ ચંદુલાલ નાંઢા કે જેણે ગત તારીખ 8.12.2023 થી 30.6.2024 સુધીના સમયગાળા દરમિયાન જામનગરના જુદા જુદા 12 વ્યક્તિ પાસેથી સોનુ બનાવવા માટે કેટલાક નાણાં મેળવ્યા હતા, જ્યારે કેટલાક નાગરિકો પાસેથી જૂનું સોનુ લઈને નવું સોનુ બનાવી આપવા માટે મેળવી લીધા બાદ પોતે દુકાનને તાળું મારીને છુ મંતર થઈ ગયા હતા.

આ મામલે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં તેની સામે રૂૂપિયા 37.84 લાખની છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવાઈ હતી.

જે વેપારીને પોલીસે ઝડપી લીધો છે, અને આજે સાંજે અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડ ની માંગણી કરતાં અદાલત દ્વારા ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરાયા છે.

ઉપરોક્ત આરોપીની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી હતી, અને જામનગરના અન્ય કેટલાક નાગરિકો તેમ જ સોની વેપારીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. દરમિયાન તેનો ભોગ બનનારા વધુ ત્રણ નાગરિક સામે આવ્યા છે. જેની પણ પોલીસ દ્વારા નોંધ કરવામાં આવી છે.

ઉપરાંત ઉપરોક્ત આરોપી પાસેથી રૂૂપિયા 79 હજારની રોકડ રકમ તેમજ પાંચ લાખ ચાલીસ હજાર ની કિંમત નું સોનુ કબજે કરી લેવામાં આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement