For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતની વિરાસત-વિકાસની દિલ્હીના કર્તવ્ય પથ પર ઝાંખી

05:22 PM Jan 27, 2025 IST | Bhumika
ગુજરાતની વિરાસત વિકાસની દિલ્હીના કર્તવ્ય પથ પર ઝાંખી

આનર્તપુરથી એકતાનગર સુધીના સફરને દર્શાવતો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો: મણિયારી રાસે મહેમાનોને ઝૂમવા મજબૂર કર્યા: ગુજરાત જીતની હેટ્રીકથી હાથર્વેત છેટુ

Advertisement

સ્વર્ણિમ ભારત વિરાસત અને વિકાસની થીમ આધારિત ગુજરાત દ્વારા 76-મા ગણતંત્ર દિને નવી દિલ્લીના કર્તવ્ય પથ પર રજૂ કરવામાં આવેલા ટેબ્લો ગુજરાત, આનર્તપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમથ એ અત્રે ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધા હતા. આ ટેબ્લો સાથે પમણિયારા રાસથના તાલે ઝુમતા કલાકારોએ પણ સૌને રોમાંચિત કર્યા હતા.

રાજ્યની ઝાંખીમાં પ્રારંભે સોલંકીકાળનું વડનગર સ્થિત 12-મી સદીનું રાજ્યના સાંસ્કૃતિક પ્રવેશદ્વાર સમું કિર્તી તોરણ તો છેડે 21-મી સદીની શાનસમું 182 મીટરની ઊંચાઈ ધરાવતી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નસ્ટેચ્યુ ઓફ યુનિટીથને દર્શાવવામાં આવી હતી. આ બંને વિરાસતોની વચ્ચે ગુજરાતમાં સંરક્ષણ-ટેકનોલોજી-ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતથના ગુજરાતના વિવિધ પ્રકલ્પોને દર્શાવવામાં આવ્યા હતા. પૂર્વ વડાપ્રધાન વાજપાઈજીની 100-મી જન્મજયંતીના પ્રતિક સ્વરૂૂપે સાબરમતી રિવરફ્રન્ટના બે છેડાના જોડતો અટલ બ્રિજ, દ્વારિકા અને શિવરાજપુર બીચ ખાતે સાકારિત થનારા અન્ડર વોટર સ્પોર્ટ્સની પ્રવૃતિઓની સાથે કચ્છી માટી-આભલાની કલાકૃતિઓ આ ઝાંખીને ચાર ચાંદ લગાવી દીધા હતા.

Advertisement

ગુજરાતની ઝાંખીના અગ્રભાગમાં યુનેસ્કોની હેરિટેજ સાઈટમાં સામેલ આનર્તપુર, હાલના વડનગર સ્થિત 12-મી સદીનું સોલંકીકાળનું નકીર્તિ તોરણથ અને નીચના ભાગે કચ્છી માટી-આભલાની કલાકૃતિ દર્શાવવામાં આવી હતી. જયારે ઝાંખીના મધ્ય ભાગમાં સંરક્ષણ-ટેકનોલોજી ક્ષેત્રે આત્મ નિર્ભર ભારતના પ્રકલ્પો પૈકી વડોદરામાં તાતા એડવાન્સડ સિસ્ટમ લિમિટેડના મારફતે તૈયાર થનારા ભારતીય વાયુદળના સી-295 એરક્રાફ્ટના યુનિટ અને તેની નીચે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના બે છેડાના જોડતો તકનીકી અદ્વિતીયતાના નમૂનારૂૂપ અટલ બ્રિજ, સેમીકંડકટરના ઉત્પાદનમાં ગુજરાતમાં થનારા જંગી રોકાણ સ્વરૂૂપે સેમી કંડકટર ચીપ અને તેની સાથે જોડાયેલા વિવિધ ઉપકરણો અને તેની નીચે ઓટોમોબાઇલ-મેન્યુફેક્ચરીંગ હબ તરીકે પ્રસ્થાપિત થઇ રહેલો ગુજરાતનો ઓટો-મશીન ઉદ્યોગ દર્શાવવામાં આવ્યા હતા.

આ ઝાંખીના અંતિમ ભાગમાં દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની 150-મી જન્મજયંતીની સ્મરણાંજલિના ભાગરૂૂપે 21-મી સદીની શાન અને દેશભરના ખેડૂતો મારફતે એકત્રિત કરવામાં આવેલા લોખંડથી નિર્માણાધીન સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી દર્શાવવામાં આવ્યું હતું તથા તેના નીચેના ભાગમાં જગતમંદિર દ્વારકાની પાવનભૂમિ અને શિવરાજપુર બીચ ખાતે સાકારિત થનારા અન્ડર વોટર સ્પોર્ટ્સની પ્રવૃતિઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાતની આ ઝાંખીને વધુ રસપ્રદ બનાવવાના હેતુસર પારંપરિક ક્ધિતુ અર્વાચીન દુહાના તાલે રાજ્યના જોમવંતા મણિયારા રાસને જીવંત નૃત્ય સાથે દર્શાવવામાં આવ્યો હતો.

આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં 15 રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની 16 ઝાંખીઓ મળીને કુલ 31 ટેબ્લો રજુ થયા હતા. ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસ્તુત આ ઝાંખીના નિર્માણમાં માહિતી અને પ્રસારણ સચિવ અવંતિકાસિંઘ ઔલખ, માહિતી નિયામક કિશોર બચાણી, અધિક નિયામક અરવિંદ પટેલના માર્ગદર્શનમાં સંયુક્ત માહિતી નિયામક ડો.સંજય કચોટ અને નાયબ માહિતી નિયામક શ્રી જીગર ખુંટનું યોગદાન રહ્યું હતું.

રાજ્યના ટેબ્લોને વિજેતા બનાવવા MyGov પર જઈ ભરપૂર વોટિંગ કરો
26મી જાન્યુઆરી, 2025ના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂૂપે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના પથકર્તવ્ય પથથથ ઉપર ભવ્ય અને રંગારંગ પરેડનું આયોજન થયું છે. જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ કરવામાં આવ્યા છે. છેલ્લા બે વર્ષથી ગુજરાતનો ટેબ્લો પપબ્લિક ચોઈસ એવોર્ડથમાં સતત પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રહ્યો છે. ગુજરાતનો ટેબ્લો સતત ત્રીજા વર્ષે પણ પબ્લિક ચોઈસ એવોર્ડ મેળવી હેટ્રિક નોંધાવે તે માટે તમારું વોટિંગ અત્યંત ઉપયોગી સાબિત થશે. સ્વર્ણિમ ભારત : વિરાસત અને વિકાસની થીમ આધારિત ગુજરાત દ્વારા ગુજરાત : આનર્તપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસનો અદ્ભુત સંગમ વિષયનો ટેબ્લો રજુ કરવામાં આવ્યો છે. MyGov વેબસાઈટ પર VOTE for your favourite Tableaux Contingnet at Republic Day 2025 A’hp Poll for the best Tableaux Marching Contingent 2025” અંતર્ગત વોટિંગ લિંક તા.26 જાન્યુઆરીના રોજ સવારથી જ લાઈવ કરવામાં આવશે. આ લિન્કમાં ગુજરાત ના ટેબ્લો સામે આપેલા વિષય ઉપર ટીક કરીને આપનો વોટ નોંધાવો અને ગુજરાતના ટેબ્લોને વિજયી બનાવો.

Advertisement
Tags :
Advertisement
Advertisement