ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજુલાની માધ્યમિકશાળામાં નોકરી કરતી યુવતીનો ગળેફાંસો ખાઇ આપઘાત

11:40 AM Nov 14, 2025 IST | admin
Advertisement

રાજુલા તાલુકાના દેવકા ગામે આવેલી માધ્યમિક શાળામાં વોકેશનલ ટ્રેનર તરીકે ફરજ બજાવતી એક યુવતીએ આપઘાત કરી લીધો છે. માંગરોળ તાલુકાના ચંદવાણા ગામની વતની હેતલબહેન રૂૂડાભાઈ ઘોશિયાએ કુંભારીયા ગામે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ ડુંગર પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હેતલબહેન દેવકા માધ્યમિક શાળામાં વોકેશનલ ટ્રેનર તરીકે નોકરી કરતી હતી અને કુંભારીયા ગામે રહેતી હતી. તેણે અચાનક ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ ઘટના અંગે ગામના સરપંચને જાણ કરવામાં આવતા, તેમણે નજીકના ડુંગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.

Advertisement

ડુંગર પોલીસને જાણ થતાં જ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. યુવતીએ રૂૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હોવાથી, પોલીસે બારીના કાચ તોડીને રૂૂમનું નિરીક્ષણ કર્યું હતું. સરપંચના જણાવ્યા મુજબ, ઘટના સમયે પરિવારનો કોઈ સભ્ય હાજર ન હોવાથી પોલીસે પરિવારજનોનો સંપર્ક કર્યો હતો.

બપોરના સમયે પરિવારજનો કુંભારીયા ગામે પહોંચ્યા બાદ, તેમની હાજરીમાં મકાનનો દરવાજો તોડીને પોલીસ રૂૂમમાં દાખલ થઈ હતી. પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી, પરંતુ સ્થળ પરથી કોઈ સુસાઇડ નોટ કે આપઘાતનું કારણ દર્શાવતો અન્ય કોઈ પુરાવો મળ્યો ન હતો. પોલીસે મૃતક યુવતીનો મોબાઈલ ફોન કબજે લીધો છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજુલા સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે.

પોલીસ દ્વારા આપઘાતનું કારણ જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂૂ કરવામાં આવી છે. હેતલબહેન 2024માં દેવકા માધ્યમિક શાળામાં નોકરીમાં જોડાઈ હતી. પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસનું કહેવું છે કે યુવતી એકલી રહેતી હોવાથી આપઘાતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જોકે, શાળાના શિક્ષકો અને પરિવારજનોના નિવેદનો લેવામાં આવશે. કબજે કરાયેલા મોબાઈલ ફોનને ઋજકમાં મોકલવામાં આવશે, જેના આધારે આપઘાતનું સાચું કારણ બહાર આવી શકે છે.

Tags :
gujaratgujarat newsRajularajula newssuicide
Advertisement
Next Article
Advertisement