મોટી પાનેલી કોઝવેમાં પ્રસૂતા યુવતીનું જેસીબી મશીન દ્વારા રેશક્યૂ કરી હોસ્પિટલ પહોંચાડી
ઉપલેટા તાલુકના મોટી પાનેલીમાં સતત વરસાદ ને પગલે ફુલઝર ડેમ ઓવરફ્લો થયેલ હોય સતત ત્રણ દિવસ થી પડતા વરસાદ અને ચોવીસ કલાકમાં નવ ઇંચને પગલે પાનેલીથી માંડાસણ સમાણા જવાનો રસ્તો ક્રોઝવેને લીધે બંધ થઇ જતા વાહનો ની અવર જ્વર સંપૂર્ણ સ્થગિત હોય પાનેલીથી ઉપરવાસ ના ગામડાઓ માંડાસણ સાતવડી બુટાવદર બગધરા મેથાણ સડોદર સહિતના અનેક ગામડાઓ માટે પાનેલી થઈનેજ જામજોધપુર કે ઉપલેટા જવાનો સરળ રસ્તો હોય જે ભારે વરસાદ ને લઈને પાનેલી ક્રોઝવે પર ત્રણ થી ચાર ફૂટ જેટલું પાણી જતું હોય ઉપરવાસ ના તમામ ગામનો વાહન વ્યવહાર સ્થગિત થઇ જતો હોય ગંભીર પરિસ્થિતિ સર્જાતી હોય લોકોને ભારે પરેશાની માંથી પ્રસાર થવું પડે છે આવોજ ગંભીર બનાવ આજરોજ વહેલી સવારે બનવા પામેલ બગધરા ગામના બ્રાહ્મણ પરિવારની યુવતી ને પ્રસવ પીડા થતા પરિવાર તાત્કાલિક ઉપલેટા હોસ્પિટલ જવા નીકળ્યા હતા પરંતુ પાનેલી ક્રોઝવે પર ભયંકર પાણીનો પ્રવાહ હોય ગાડી કોઈ સંજોગોમાં નીકળી શકે તેમ ના હોય સતત ત્રણ થી ચાર કલાક રાહ જોઈને ઉભેલો પીડિત પરિવાર યુવતીની હાલત ગંભીર બનતા પાનેલીના ઉપસરપંચ જતીનભાઈ ભાલોડીયા નો સંપર્ક સાધી તેમની મદદ માંગતા તુરંત જતીનભાઈ અને એમની ટીમ ક્રોઝવે પર પહોંચી વાળી વિસ્તાર માંથી જેસીબી મશીન દ્વારા પ્રસવ ગ્રસ્ત યુવતી સાથે પરિવાર ને ઘુઘવતા પાણીના પ્રવાહ વચ્ચે રેશક્યું કરી પાનેલીની એમ્બ્યુલશમાં રીફર કરી તાત્કાલિક ઉપલેટા હોસ્પિટલમાં રવાના કરેલ. યુવતી સલામત ઉપલેટા હોસ્પિટલ પહોંચી જતા બ્રાહ્મણ પરિવાર દ્વારા જતીનભાઈ સાથે દિલાવરભાઈ રામભાઈ રબારી હાર્દિકભાઈ અને મહેશ ચૌહાણની માનદ સેવા બદલ આભાર વ્યક્ત કરેલ