મોરબીના રંગપર બેલા ગામે અગ્નિ સ્નાન કરી લેનાર યુવતીએ દમ તોડયો
મોરબીના રંગપર બેલા ગામે રહેતી પરપ્રાંતિય યુવતીએ નાની બહેન સાથે વતનમાં જવા બાબતે ઝઘડો થતા લાગી આવતા શરીરે પેટ્રોલ છાટી અગ્નિસ્નાન કરી લીધુ હતુ. ગંભીર રીતે દાઝી ગયેલી યુવતીએ સારવારમાં દમ તોડતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુંજબ મોરબીના રંગપર બેલા ગામે સિરામીકના કારખાનમાં રહેતી સબનમ સતારભાઇ શાહ (ઉ.વ.30) નામની યુવતીએ ગત મોડી રાત્રે બાઇકમાંથી પેટ્રોલ કાઢી કંપનીના રૂૂમના પગથીયા પર જાતે જ શરીરે પેટ્રોલ છાંટી અગિસ્નાન કરી લેતા તેણીને ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યાં યુવતીએ સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો છે.
પ્રાથમિક તપાસમાં સબનમ મુળ યુ.પીની છે. તેનો ભાઇ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. 10 દિવસથી કોન્ટ્રાક્ટ મૂકી દેતા રૂૂા.17 હજાર લેવાના હોય અને સબનમને વતનમાં જવુ હોય ભાઇએ રૂૂપિયા આવે પછી જવાનુ કહ્યુ હતુ. જે બાબતે સબનમને નાની બહેન સાથે વતનમાં જવા બાબતે ઝઘડો થતા લાગી આવવાથી આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.