For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મેંદરડા સૂરજગઢ ગામે યુવતીએ ઝેરી દવા પી જિંદગીથી છેડો ફાડયો

12:55 PM Aug 13, 2025 IST | Bhumika
મેંદરડા સૂરજગઢ ગામે યુવતીએ ઝેરી દવા પી જિંદગીથી છેડો ફાડયો

મોરબીના રફાળિયા પાસેથી અકસ્માત સબબ ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા યુવકનું મોત

Advertisement

મેંદરડાના સુરજગઢ ગામે રહેતી યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. યુવતીના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મેંદરડાના સુરગઢ ગામે રહેતી નેહાબેન મુળુભાઈ તગમડીયા નામની 18 વર્ષની યુવતી બે દિવસ પૂર્વે પોતાના ઘરે હતી ત્યારે કોઈ અગમ્યકારણોસર ઝેરી દવા પી લીધી હતી. યુવતીને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં યુવતીનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

Advertisement

આ ઉપરાંત બીજા બનાવમાં મોરબીના રફાળીયા ગામ પાસેથી તોમરસિંહ ખેમુસિંહ નામનો 30 વર્ષનો યુવાન બપોરના એરસામાં અકસ્માત સબબ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતાં સારવાર માટે મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement