મહારાષ્ટ્રની યુવતી પર રાજકોટના યુવકનું દુષ્કર્મ, ગર્ભપાત કરાવડાવી નાખ્યો
- આરોપી સ્ટિવ ડેટીંગ એપ પર અનેક છોકરીઓને ફસાવી ચેટીંગ કરતો : પીડીતાનો આક્ષેપ
- બનાવને પગલે યુવતી ડિપ્રેશનમાં ચાલી ગઇ: મહારાષ્ટ્ર પોલીસ રાજકોટ આવી આરોપીને ઉઠાવી ગઇ
રાજકોટમાં સાઘુવાસવાણી રોડ પર પારીજાત રેસીડેન્સીમાં રહેતા એક સીમંત પરિવારના યુવકે મહારાષ્ટ્રના પુણેની યુવતીનો સોશ્યિલ મીડીયા મારફતે સંપર્ક કર્યા બાદ તેમને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેમની પર અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. યુવતી જ્યારે ગર્ભવતી બની ત્યારે આરોપીએ તેમને લગ્નની લાલચ આપી ગર્ભ પડાવી નાખવાનું કહી ગર્ભપાત કરાવડાવી અને લગ્નની તારીખ નક્કી થયા બાદ તરછોડી દેતા આરોપી સામે યુવતીએ દુષ્કર્મની કલમ હેઠળ પુનેના એક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે યુવતીની ફરિયાદ પરથી પુનેની પોલીસે રાજકોટ પહોંચી આરોપીની ધરપકડ કરી હતી. આ બનાવ બાદ ફરિયાદી યુવતી ડીપ્રેશનમાં ચાલી ગઇ હોવાનું પણ સામે આવ્યું છે.
બનાવની વધુ વિગતો અનુસાર, પુનેમાં રહેતી એક યુવતીએ પોતાની ફરિયાદમાં રાજકોટના સાઘુવાસવાણી રોડ પર પારીજાત રેસીડેન્સીમાં રહેતા સ્ટીવ ફ્રાન્સેસ્કો લોબો (ક્રિશ્ચિયન )નું નામ આપતા તેમની સામે બળાત્કારની કલમ હેઠળ પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ ફરિયાદને પગલે પોલીસે રાજકોટ પહોંચી આરોપીની ધરપકડ કરી તેમને પુનેની જેલમાં ધકેલી દીધો છે.
યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, સ્ટીવ સાથે 2018માં સોશ્યિલ મીડીયા મારફતે સંપર્ક થયો હતો. ત્યારબાદ બંન્ને વચ્ચે વાતચીત થતી હતી અને સ્ટીવ તે સમયે પુનેમાં જ રહી કોઇ કંપનીમાં નોકરી કરતો હતો. આ સમયે સ્ટિવે યુવતીને ચર્ચમાં મળવા બોલાવના બંન્ને વચ્ચે પચ્ચિપ થયો હતો. ત્યારબાદ આ સબંધની વાત બંન્નેના માતા-પિતાને કરતા બંન્ને લગ્ન માટે સમંત થયા હતાં. ત્યારબાદ પુનેના ગંગા કાર્નેશન સોસાયટીમાં આવેલા ફલેટ પર મળવા બોલાવી ત્યાં બળજબરી કરી મોઢે ડુમો દઇ દુષ્કર્મ ગુર્જાયું હતું. તેમજ આ ઘટનાને કારણે જ્યારે યુવી ડરી ગઇ ત્યારે સ્ટીવે કહયુ કે આપણે તો લગ્ન કરવાના જ છે ને માતા-પિતા તો માની ગયા છે. ત્યારબાદ એક હોટેલમાં રૂમ બુક કરાવી મળવા બોલાવી ત્યાં પણ લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુર્જાયું હતું.
2019માં સ્ટિવી તેમના માતા-પિતાને લઇ પુને યુવતીના ઘરે પહોંચ્યો ત્યારે બંન્ને પરિવાર વચ્ચે લગ્ન વિશે વાતચિત કર્યા બાદ યુવતીના પરિવારે કહયું કે યુવતીનું ગુે્રજ્યુએશન પુરું થયા બાદ તેની સાથે લગ્ન કરવામાં આવશે. બાદમાં યુવકના પરિવારે વાંધો ઉઠાવી કહયું કે તમે લોકો નબળા છે. તમારી પરિસ્થિતી નથી સારી કહી આ લગ્ન માટે નકારી દીધું હતું. બાદમાં સ્ટીવે અમદાવાદ બોલાવી ત્યાં શારીરીક સબંધ બાંધી યુવતીને પ્રેગનેન્ટ કરતા તેમણે લગ્નનું વચન આપી ગર્ભપાત કરાવડાવ્યો હતો. આમ છતાં તેમના પરિવારે તુ કાળી અને જાડી છે અમારા ઘરમાં ફીટ નહી થાય તેમ કહી તેઓએ લગ્ન તોડી નાખ્યાં હતાં. લગ્નની તારીખ નક્કી થયા બાદ આ ઘટના બનતા યુવતી ડીપ્રેશનમાં આવી ગઇ હતી અને પરિવારને વાત કર્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેમના પિતા સ્કુલમાંથી નીવૃત થયા છે અને માતા સ્કુલમાં નોકરી કરતા હતા.
મારી સાથે જે ઘટના બની તે અન્ય યુવતી સાથે ન બને માટે ફરિયાદ નોંધાવી : પીડિત યુવતી
યુવતીએ જણાવ્યું કે, સ્ટિવ અલગ-અલગ ડેટીંગ એપ મારફતે અનેક યુવતી સાથે ચેટીંગ કરતો હતો અને પ્રેમજાળમાં ફસાવતો હતો. આ અગાઉ પણ એક યુવતી સાથે સંપર્કમાં હતો. સ્ટિવ અને તેમના પરિવારે લગ્નની તારીખ નક્કી કરતા અમોએ પરિવારજનો પાસેથી ઉછીના નાણા લઇ ખરીદી કરી અને લગ્ન માટે હોલ બુક કરાવ્યાં આમ લગ્નની તારીખ નજીક આવતા જ લગ્ન તોડી નાખ્યા હતાં. આ ઘટના અન્ય યુવતી સાથે ન બને માટે મે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.