પોલીસ ભરતીની દોડમાં 4 સેક્ધડ માટે રહી જતા બિલખાની યુવતીએ દવા પીધી
બસ સ્ટેશન પાસે દુખાવાની વધુ પડતી દવા પી લેતા સારવારમાં ખસેડાઇ
પોલીસ ભરતીની શારીરીક કસોટી ચાલી રહી છે ત્યારે રાજકોટમાં પોલીસ ભરતીની દોડમાં ચાર સેક્નડ માટે રહી જતા બિલખાની યુવતીએ બસ સ્ટેશન પાસે દુ:ખાવાની વધુ પડતી ટીકટી પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે.
જાણવા મળતી વિગત મુજબ જુનાગઢના બિલખાની 25 વર્ષીય યુવતી રાજકોટમાં મવડી હેડ કવાર્ટર ખાતે પોલી ભરતીની દોડ માટે આવી હતી. જયાં દોડમાં તેણી ચાર સેક્ન્ડ માટે રહી જતા નાપા થઇ હતી. બાદમાં પરત જતા એસ.ટી. બસ સ્ટેશને ગઇ હતી. જયાં બસ સ્ટેશન સામે રોડ પર હતી ત્યારે દુખાવાની વધુ પડતી ટીકડીઓ પી લેતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એ ડીવીઝન પોલીસને જાણ કરી હતી.
પ્રાથમિક તપાસમાં પોલીસમાં જવાનું સપનું જોતી યુવતીએ અગાઉ પોલીસ ભરતીની શારીરીક કોટી માટે પોપટપરા પોલીસ ગ્રાઉન્ડમાં આવી હતી ત્યારે દોડ પાસ કરી હતી જયારે લેખીતમાં નાપાસ થઇ હતી. જયારે આ વખતે દોડમાં માત્ર 4 સેક્ધડથી જ રહી જતા આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યું છે.