વીંછિયાના ખડકાણામાં કામ બાબતે બહેન સાથે ઝઘડો થતાં યુવતીએ એસિડ પીધું
પડધરીના તરઘડિયામાં બીમારીથી કંટાળી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
વિછીયા તાલુકાનાં ખડકાણા ગામે રહેતી યુવતીને કામ બાબતે નાની બહેન સાથે ઝઘડો થતા એસીડ પી લીધુ હતુ. યુવતીને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામા આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ વિછીયાનાં ખડકાણા ગામે રહેતી કોમલબેન લાલજીભાઇ ઝાપડીયા નામની 21 વર્ષની યુવતીને કામ બાબતે નાની બહેન સાથે ઝઘડો થયો હતો. બહેન સાથે ઝઘડો થતા યુવતીને માઠુ લાગી આવતા એસીડ પી લીધુ હતુ. યુવતીને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામા આવી હતી. આ ઉપરાંત બીજા બનાવમા પડધરી તાલુકાનાં તરઘડી ગામે રહેતી નીમુબેન હસમુખભાઇ ગોહેલ નામની 40 વર્ષની પરણીતા પોતાનાં ઘરે હતી. ત્યારે બીમારીથી કંટાળી એસીડ પી લીધુ હતુ. પરણીતાને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
