જાફરાબાદના બલદાણામાં યુવતીએ હાથની નસ કાપી કરેલો આપઘાત
01:35 PM Sep 09, 2025 IST | Bhumika
જાફરાબાદના બલાણામાં એક 22 વર્ષિય યુવતિએ છરી હાથના કાંડા પર મારી નસો કાપી નાખી હતી. જેના કારણે યુવતિનું મોત નિપજ્યું હતું. આ અંગે મૃતક યુવતિની માતાએ જાફરાબાદ મરીન પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
Advertisement
બલાણા ગામે રહેતા કુવરબેન ભીખાભાઈ બારૈયાએ જાફરાબાદ મરીન પોલીસને જણાવ્યું હતું કે દક્ષાબેન ભીખાભાઈ બારૈયા (ઉ.વ.22)એ 7 સપ્ટેમ્બરના રોજ બપોરના સાડા ત્રણ વાગ્યા પૂર્વે પોતાના હાથ પર બકાલુ કાપવાની છરી મારી નસો કાપી નાખી હતી. હાથના કાંડા પર છરી મારી દેતા દક્ષાબેન બારૈયાની નસો કપાય ગઈ હતી.
તેને જાફરાબાદની સિવીલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાથની નસો કપાય જતા દક્ષાબેન બારૈયાનું મોત નિપજ્યું હતું. જાફરબાદા મરીન પોલીસમાં જાણ કરવામાં આવતા પીએસઆઈ એ.એમ.રાધનપરાએ આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
Advertisement
Advertisement