For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બસપોર્ટમાં 12 ફૂટ ઊંચેથી વિશાળકાય પંખાની પાંખ તૂટીને ખાબકી

04:34 PM Sep 02, 2025 IST | Bhumika
બસપોર્ટમાં 12 ફૂટ ઊંચેથી વિશાળકાય પંખાની પાંખ તૂટીને ખાબકી

સદ્નશીબે જાનહાની ટળતા રાહત, મુસાફરોમાં આક્રોશ, તમામ પંખા રિપેર કરવા રજૂઆત

Advertisement

રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર સમાન શહેર છે. અહીંના બસ સ્ટેશનમાંથી રાજ્યભરની બસોની ની અવરજવર રહે છે અને અંદાજે 70,000 મુસાફરોની અવરજવર અંદાજે વચ્ચે રોજિંદી 1500 બસો આવ જા કરી રહી છે. રાજકોટ એસ.ટી બસપોર્ટ એ થાળી ભાંગી અને વાટકો કર્યું છે. જેને બસો સમાતી નથી. બહાર અને અંદર ટ્રાફિકની અંધાધુંધી ના પગલે બે મુસાફરોએ થોડા સમય પહેલા જાન ગુમાવ્યા છે. 175 કરોડના ખર્ચે અત્યાધુનિક એરપોર્ટ જેવી સુવિધા મળશે તેવી ગુલબાંગોનું સૂરસૂરિયું થઈ ગયું છે. મેઇન્ટેનન્સ ની રેઢિયાળ કામગીરી અને કોન્ટ્રાક્ટર અધિકારીઓના અહમ ટકરાવ ને પગલે મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે.

રાજકોટ એસ.ટી બસપોર્ટ પર જે ઘટના બની છે તેમાં સદનસીબે કોઈનો લાડકવાયો કે કોઈકનો કંધોતર છીનવાયો નથી પરંતુ જો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ બેદરકાર અને લાપરવાહ રહેશે તો આગામી દિવસોમાં જાનહાનિ થવાની મુસાફર હિતરક્ષક સમિતિના સભ્યોએ દહેશત વ્યક્ત કરી છે.ગઈકાલે સવારે 10 વાગ્યાની આસપાસ પ્લેટફોર્મ નંબર ચાર પાંચ છ ની વચ્ચે રહેલો સીલીંગ ફેન કે જેની નીચે મુસાફરો બસની રાહ જોઈ અને બેઠા હોય છે. તે સીલીંગ ફેન (પંખો) ના 6 પાંખ પૈકીની એક પાંખ જેની સાઈઝ આઠેક ફૂટ અને બે થી ત્રણ જણા ઉપાડે ત્યારે ઉપડે તે પ્રકારની પાંખ છે હવે જો આ પાંખ મુસાફરો બેસે છે ત્યાં ઉપરથી બાર ફૂટ ઉપરથી ધરાશાયી થઈ સબનસીબે કોઈ મુસાફર ને ઈજા થઈ નહીં પરંતુ હાલ બસપોર્ટના ચાર પંખાઓ પૈકીની 28 પાંખ માંથી જો વધુ એક પાંખ પડે તો જાનહાની થવાની ભીતી સેવાઈ રહી છે. જો કે મુસાફરોએ હવે એસટી બસપોર્ટ પર હેલ્મેટ પહેરીને આવવું પડે એવી પરિસ્થિતિ હોય એવું જણાઈ રહ્યું છે કારણ કે ક્યારે પોપળા ખરી પડે, પંખાની પાંખ પડે, કે પંખો પડે એવી પરિસ્થિતિ હાલ જણાઈ રહી છે. નવનિયુક્ત એસ.ટી બસપોર્ટ ભાંગીને ભૂકકો થયું હોય એવું જણાય રહ્યું છે.

Advertisement

હાલ એસ.ટી બસપોર્ટ ના જે પંખા ની પાંખ ધરાશાયી થઈ હતી તે પંખા ની છ પૈકીની બે પાંખ કાઢી નાખવામાં આવી છે અને અન્ય ત્રણ પંખાઓ છે જેમાં 18 પાંખ અને જે તૂટેલા પંખામાં હાલ ચાર પાંખ છે તે તમામ ના નટ બોલ્ટ અથવા મેઇન્ટેનન્સ થવું જોઈએ. અને સમયાંતરે કોઈપણ પ્રકારની ક્ષતિ નથી તેની તકેદારી રાખવી જરૂૂરી છે. ગઈકાલે જ આ અંગેની જાણ મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા ને થતા તેઓએ રાજકોટ એસ.ટી બસપોર્ટ માં મુલાકાત લીધી હતી અને ફરજ પરના સ્ટેન્ડ ઇન્ચાર્જ એટીઆઈ સામતભાઈ ગઢવીને ટેલીફોનિક રજૂઆત કરી હતી અને વિભાગીય નિયામકને લેખિત રજૂઆત કરી અને અન્ય પંખા ની પાંખની તાત્કાલિક યોગ્ય મરામત કરવા અપીલ કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement