ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રિલાયન્સ ગ્રીનમાં દેશ-દુનિયાના સેલિબ્રિટી-ઉદ્યોગકારોનો જમાવડો

12:27 PM Mar 01, 2024 IST | Bhumika
Advertisement

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી અને પુત્રી ઈશા અંબાણીના લગ્ન પણ ચર્ચાનો વિષય બન્યા હતા અને હવે અનંત અંબાણીના લગ્ન પણ યાદગાર બનવાના છે. આ લગ્નમાં ભારતના અનેક દિગ્ગજો પહોચ્યા છે. પ્રી-વેડિંગ ઈવેન્ટમાં હાજરી આપવા માટે જેમને આમંત્રણ મોકલવામાં આવ્યું છે તેના ભારતના ટોચના ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે.અનંત અંબાણી તેમની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે 12મી જુલાઈ 2024ના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે અને અંબાણી પરિવારે અનંતના લગ્ન પહેલા પ્રી-વેડિંગ ઈવેન્ટનું આયોજન વિશાળ રિલાયન્સ ગ્રીન ખાતે આવેલ સંકુલમાં કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં બોલિવૂડથી લઈને હોલીવુડ અને અમેરિકાથી લઈને વિશ્વની અનેક હસ્તીઓ ઉપરાંત ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિઓ હાજરી આપવા આવી પહોંચી છે.

Advertisement

ભારતના આ ઉદ્યોગપતિઓ એન ચંદ્રા, કુમાર મંગલમ બિરલા અને અનન્યા અને આર્યમાન સહિત સમગ્ર પરિવાર, ગૌતમ અદાણી અને પરિવાર,ગોદરેજ પરિવાર, નંદન નિલેકણી, સંજીવ ગોએન્કા, રિશાદ પ્રેમજી, ઉદય કોટક, અદાર પૂનાવાલા, સુનીલ મિત્તલ, પવન મુંજાલ,રોશની નાદર, નિખિલ કામથ, રોની સ્ક્રુવાલા, દિલીપ સંઘવી, જામનગર પહોંચ્યા છે.વિશ્વની આ દિગ્ગજ હસ્તીઓ અનંત અબાણીના લગ્નમાં હાજરી આપશે ડો. સુલતાન અલ જબેર, સીઇઓ, એમડી, અઉગઘઈ, યાસર અલ રુમાયન, ચેરમેન, સાઉદી અરામકો, મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જસીમ અલ થાની, પીએમ, કતાર, કાર્લ બિલ્ડ, સ્વીડનના ભૂતપૂર્વ વડા પ્રધાન, જોન ચેમ્બર્સ, સીઈઓ, ઉંઈ2 વેન્ચર્સ, બોબ ડબલી, ભૂતપૂર્વ ઈઊઘ, બા, ક્રિસ્ટોફર એલિયાસ, પ્રમુખ, વૈશ્વિક વિકાસ, ઇખૠઋ, જોન એલ્કન, એક્ઝિક્યુટિવ ચેરમેન, એક્સોર, એરી ઇમેન્યુઅલ, સીઇઓ, એન્ડેવર, લેરી ફિંક, ચેરમેન અને સીઇઓ, બ્લેકરોક, બ્રુસ ફ્લેટ, સીઈઓ, બ્રુકફીલ્ડ એસેટ મેનેજમેન્ટ, બિલ ગેટ્સ, કો-ચેર, બોર્ડ મેમ્બર, ઇખૠઋ, સ્ટીફન હાર્પર, કેનેડાના ભૂતપૂર્વ વડા પ્રધાન, રિચાર્ડ હિલ્ટન, ચેરમેન, હિલ્ટન એન્ડ હાઈલેન્ડ, અજીત જૈન, વાઇસ ચેરમેન, બર્કશાયર હેથવે, આર્ચી કેસવિક, બોર્ડ મેમ્બર, મેન્ડરિન ઓરિએન્ટલ, ડો રિચાર્ડ ક્લાઉસનર, વૈજ્ઞાનિક, ઇવાન્કા ટ્રમ્પ, ઙઘઝઞજના ભૂતપૂર્વ સલાહકાર, જોશુઆ કુશનર, સ્થાપક, થ્રાઇવ કેપિટલ, બર્નાર્ડ લૂની, ભૂતપૂર્વ સીઇઓ, બા, યુરી મિલ્નર, ઉદ્યોગસાહસિક, વૈજ્ઞાનિક, અજીત મોહન, પ્રમુખ - એશિયા પેસિફિક, સ્નેપ ઇન્ક, જેમ્સ મર્ડોક, સ્થાપક અને સીઇઓ, લુપા સિસ્ટમ્સ, શાંતનુ નારાયણ, સીઈઓ, એડોબ, અમીન એચ નાસેર, પ્રેસિડેન્ટ અને સીઈઓ, અરામકો, વિવી નેવો, સ્થાપક, એનવી ઇન્વેસ્ટમેન્ટ, નીતિન નોહરિયા, ભૂતપૂર્વ ડીન, હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ, જાવિઅર ઓલિવાન, સીઓઓ, મેટા, એચએચ ભૂટાનના રાજા અને રાણી, પૂર્ણા સગુર્તિ, વાઇસ ચેરમેન, બેંક ઓફ અમેરિકા, રાષ્ટ્રપતિ જોર્જ ક્વિરોગા, બોલિવિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, મિશેલ રિટર, સ્થાપક અને સીઇઓ, સ્ટીલ પરલોટ, કેવિન રુડ, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન, એરિક શ્મિટ, સ્થાપક, શ્મિટ ફ્યુચર્સ, ક્લાઉસ શ્વાબ, ચેરપર્સન, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, રામ શ્રીરામ, સ્થાપક અને મેનેજિંગ પાર્ટનર, શેરપાલો, જુર સોલા, સીઇઓ, સનમિના કોર્પ, માર્ક ટકર, ગ્રુપ ચેરમેન, એચએસબીસી હોલ્ડિંગ્સ ઙહભ, માર્ક ઝકરબર્ગ, સીઈઓ, મેટા, ફરીદ ઝકરિયા, પત્રકાર, ખાલદૂન અલ મુબારક, સીઇઓ અને એમડી, મુબાદલા, સુંદર પિચાઈ, સીઈઓ, આલ્ફાબેટ, રોથચાઇલ્ડના લિન ફોરેસ્ટર, સીઇઓ, ઇ.એલ. રોથચાઈલ્ડ, માર્કસ વોલેનબર્ગ, ભૂતપૂર્વ પ્રમુખ અને સીઇઓ, ઈંક્ષદયતજ્ઞિિંઅઇ, બોબ ઈગર, સીઈઓ, ધ વોલ્ટ ડિઝની, ટેડ પિક, સીઇઓ, મોર્ગન સ્ટેનલી, બિલ ફોર્ડ, ચેરમેન અને સીઇઓ, જનરલ એટલાન્ટિક, માર્ક કાર્ને, ચેરમેન, બ્રુકફીલ્ડ એસેટ મેનેજમેન્ટ, સ્ટીફન શ્વાર્ઝમેન, સ્થાપક, બ્લેકસ્ટોન ગ્રુપ, બ્રાયન થોમસ મોયનિહાન, ચેરમેન, બેંક ઓફ અમેરિકા, કાર્લોસ સ્લિમ, રોકાણકાર, જય લી, એક્ઝિક્યુટિવ ચેરમેન, સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ, રેમન્ડ ડાલિયો, સ્થાપક, બ્રિજવોટર એસોસિએટ્સ પણ આ પ્રિ-વેડિંગ સેરેમનીમાં પહોંચ્યા છે.

રમતગમતની દુનિયામાંથી સચિન તેંડુલકર અને મહેન્દ્ર સિંહ ધોનીથી લઈને અભિનવ બિન્દ્રા સુધીના ખેલાડીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત નવદંપત્તિને આશિર્વાદ આપવા સદગુરુ જગ્ગી વાસુદેવને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સચિન તેંડુલકર અને પરિવાર, એમએસ ધોની અને પરિવાર, રોહિત શર્મા, કેએલ રાહુલ, હાર્દિક અને કૃણાલ પંડ્યા, ઈશાન કિશન, પણ જામનગર પહોંચ્યા છે.અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીમાં પરફોર્મ કરવા માટે બાર્બેડિયન સિંગર, બિઝનેસવુમન અને એક્ટ્રેસ મોટી રકમ વસૂલી રહી છે. જો કે બહાર નીકળવાની રકમ ગુપ્ત રાખવામાં આવી છે, પરંતુ મીડિયા અહેવાલો અનુસાર, રિહાન્ના એક ખાનગી કાર્યક્રમમાં પરફોર્મ કરવા માટે રૂૂ. 12 કરોડ (1.5 મિલિયન) થી રૂૂ. 66 કરોડ (12 મિલિયન) વસૂલે છે.

રિલાયન્સ ટાઉનશિપમાં ફાઈવસ્ટાર કેટેગરીના 150 બંગલા ટેન્ટમાં ઉતારો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ કાર્યક્રમમાં દેશ-વિદેશના રાજનેતાઓ ઉપરાંત કંપનીઓના માલિકો, ધર્મગુરુઓ, ફિલ્મજગતની હસ્તીઓ અને ક્રિકેટજગતની સેલિબ્રિટી આવતી હોઈ તેમના રહેવા માટે છેલ્લા બે માસથી રિલાયન્સ ટાઉનશિપની અંદર 150 જેટલા બંગલાઓ બાંધવામાં આવ્યા છે. આ બંગલાઓમાં 3 બેડરૂૂમ, હોલ, કિચન તેમજ આધુનિક મહેમાનોના અનુસાર બાથરૂૂમ વગેરેની સુવિધાઓ કરવામાં આવી છે. આ વીવીઆઈપી લોકો શાંતિથી પ્રસંગ માણી શકે તે માટે આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કારણ કે, હોટલમાં ઉતારાથી તેમને પ્રશંસકો તથા અન્ય લોકો અને સિક્યુરિટીની તકલીફ પડે. આ બંગલા બાંધવા માટે ખાસ કારીગરો બહારથી બોલાવવામાં આવ્યા છે તેમજ તેની ડિઝાઈન પણ મુંબઈમાં તૈયાર થઈ હોવાનું જાણવા મળે છે. બંગલામાં ઉતારાઓથી વીવીઆઈપી મહેમાનોને પ્રાઈવસી મળી રહેશે. દરેક મહેમાન માટે તેમની પસંદગી અનુરૂૂપ બંગલાઓ તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ તેમની દૈનિક જરૂૂરિયાત ધ્યાનમાં રાખીને ફર્નિચર સહિતની અતિ આધુનિક સુવિધાઓ બંગલામાં રાખવામાં આવી છે. આધુનિક ટેન્ટ સિટી પણ બનાવવામાં આવ્યું છે અમુક વીઆઈપીઓ માટે ટાઉનશિપમાં અતિ આધુનિક ટેન્ટ બનાવવામાં આવ્યા છે. જેમાં બાથરૂૂમ સહિતની તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. તેમજ ટેન્ટ લાગે જ નહીં તેવું તેનું ડેકોરેશન કરવામાં આવ્યું છે.

રાધિકા મારા સપનાની રાણી, અનંતે કરી દિલની વાત
જામનગરના રિલાયન્સ ગ્રીન્સમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન સમયે અનંત અંબાણીએ એક ઈન્ટરવ્યૂમાં રાધિકા મર્ચન્ટ માટે પોતાના દિલની વાત કરી છે. રાધિકા મર્ચન્ટના વખાણ કરતા અનંત અંબાણીએ કહ્યું કે, રાધિકાને પામીને હું ખુશ થયો છું. તે મારા સપનાની રાણી છે. બાળપણમાં મેં વિચાર્યુ હતું કે, હું ક્યારેય લગ્ન નહિ કરું. કારણ કે, હું મારું જીવન હંમેશા પ્રાણીઓ માટે સમર્પિત કરવા માંગતો હતો. પરંતુ જ્યારે હું રાધિકાને મળ્યો, ત્યારે મેં જાણ્યું તે મારા જેવી જ છે. તેમાં પણ પ્રાણીઓ પ્રતિ ઉદારતા અને પાલન-પોષણની ભાવના છે. અનંત અંબાણીએ કહ્યું કે, મને બાળપણથી જ હેલ્થ ઈશ્યૂઝનો સામનો કરવો પડ્યો છે. રાધિકાએ મારી હેલ્થ કેર જર્નીમાં મારો ભરપૂર સપોર્ટ કર્યો. તે મુશ્કેલમાં મુશ્કેલ સમયમાં મારી સાથે પિલરની જેમ ઉભી રહી. રાધિકાએ મને હંમેશા તાકાત આપી છે. મારા પરિવારના સપોર્ટને કારણે હું મારા હેલ્થ ઈશ્યુઝ સામે ઝઝૂમી શક્યો. બાદમાં રાધિકાના આવવાથી મને હિંમત મળી. મારો પરિવાર મને કહે છે કે, હિંમત ન હાર, હંમેશા લડતા રહે. લોકો તારા કરતા વધુ દર્દમાં છે. તેથી હું ભગવાન પાસેથી મળેલી દરેક વસ્તુનો આભાર માનું છું. મેં ક્યારેય બીજાની વાતો પર ધ્યાન ન આપ્યુ. ગોસિપ કરવું લોકોનું કામ છે. પરંતુ મારા માટે મારો પરિવાર અને તેમનો સપોર્ટ મહત્વનો છે.

રિહાના આ ગીતો પર પરફોર્મ કરી શકે છે
કેટલીક ક્લિપ્સમાંથી એક એવી હતી જેણે ચાહકોને ઇવેન્ટમાં રેહાનાના ગીતની પસંદગી વિશે સંકેત આપ્યો હતો. અપેક્ષા મુજબ, રેહાના તેના હિટ ગીત ડાયમન્ડ્સ પર પરફોર્મ કરશે. ઓનલાઈન વાયરલ થઈ રહેલા વિડિયોમાં, ગાયકને દૂરથી સાંભળી શકાય છે, તે તેની સ્વર શ્રેણીને વિસ્તૃત કરે છે અને ટ્રેકના કોરસ ગાતી વખતે કેટલીક ઉચ્ચ નોંધો ગાય છે. અન્ય એક લીક થયેલો વિડીયો પુષ્ટિ કરે છે કે ગાયક પણ ઓલ ઓફ ધ લાઈટ્સ પરફોર્મ કરશે. અહેવાલો અનુસાર, રિહાન્નાના સેટ લિસ્ટમાં સમાવિષ્ટ કેટલાક અન્ય ગીતોમાં ઇયિિંંયિ ઇંફદય ખુ ખજ્ઞક્ષયુથ, પઇથ ડે કેકનો સમાવેશ થાય છે. હમણાં, જંગલી વિચારો, રહો અને પ્રેમ.

ભાઈ-બહેનનો હું હનુમાન, અનંતનો પરિવાર પ્રેમ
આખો દેશ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીની નિહાળી રહ્યો છે. આ દરમિયાન અનંત અંબાણી પણ એકદમ એક્ટિવ દેખાઈ રહ્યા છે. અનંતે ઘણા મીડિયા ગ્રુપ સાથે પોતાના પરિવાર વિશે ખુલીને વાત કરી છે. આવા જ એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું છે કે તે પોતાના મોટા ભાઈ આકાશ અંબાણી અને બહેન ઈશાને ભગવાન રામનો દરજ્જો આપે છે. તેઓ તેમના ભાઈઓ અને બહેનોના હનુમાન છે.ત્રણેય ભાઈઓ અને બહેનો ફેવિક્વિકથી ચોંટેલા છે. અનંતે તેના ભાઈ અને બહેન સાથેના સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું કે તે બંને તેને ખૂબ પ્રેમ કરે છે. તેઓ તેમના ભાઈ-બહેનના હનુમાન છે. તેઓ એકબીજા પર અતૂટ વિશ્વાસ ધરાવે છે. અનંતે મોટા ભાઈ આકાશને પોતાના માટે રામ ગણાવ્યો છે. તેણે એમ પણ કહ્યું છે કે બહેન ઈશાનો દરજ્જો તેના માટે તેની માતાથી ઓછો નથી. અનંતના કહેવા પ્રમાણે, ત્રણેય ભાઈ-બહેન વચ્ચેનો પ્રેમ જબરદસ્ત છે. તેઓ ફેવીક્વિક સાથે અટવાઇ ગયા છે. તેમની વચ્ચે કોઈપણ પ્રકારની સ્પર્ધા નથી. નાના અંબાણીએ જણાવ્યું કે તેની માતા નીતા હજુ પણ નવરાત્રિના ઉપવાસ રાખે છે. દાદીમા શિવના પરમ ભક્ત છે. નાનીને પણ ભગવાનમાં અપાર શ્રદ્ધા છે. પરિવારના તમામ સભ્યો સનાતની હોવાનો ગર્વ અનુભવે છે.

Tags :
Ambani and Radhika Merchant's pre-weddinggujaratgujarat newsjamnagarjamnagar newsReliance Green
Advertisement
Next Article
Advertisement