ભાણવડ પંથકમાં ત્રાટકેલા શિયાળે માસુમ બાળકને કર્યો ઇજાગ્રસ્ત
01:35 PM Jan 03, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
ભાણવડના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારના મકાનમાં એક શિયાળ ઘૂસી આવ્યું હતું. હિંસક સ્વભાવના આ શિયાળએ ઢેબર ગામે રહેતા આખરે ત્રણેક વર્ષના એક બાળકને બચકા ભરી, ઘાયલ કર્યો હતો.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ભાણવડ નજીક આવેલા ઢેબર ગામના વાડી વિસ્તારમાં રહેતા એક મુસ્લિમ પરિવારના આશરે ત્રણેક વર્ષના બાળક અસ્પાક હિંગોરા પર ગઈકાલે એક શિયાળએ હુમલો કર્યો હતો. કોઈ કારણસર વિફરેલા આ શિયાળે ઉપરોક્ત બાળકના પર હુમલો કર્યો હતો અને તેને ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાળકના પરિવારનોએ શિયાળને ખદેડી દીધું હતું.
બાળક પર શિયાળના આ હુમલાથી તેને હાથ તથા પગમાં બટકાઓ ભરી અને બાળકને લોહી લુહાણ કરી દીધો હતો. આથી તેમના પરિવારજનોએ બાળકને તાકીદે ખંભાળિયાની સરકારી સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ અને બાળકને જરૂરી સારવાર અપાવી હતી.